Assam-Mizoram Border Dispute : મિઝોરમ પોલીસે આસામના મુખ્યમંત્રી સામે FIR નોંધાવી,1 ઓગસ્ટના રોજ હાજર થવા આદેશ

મિઝોરમ પોલીસે વૈરેંગતે નગરમાં થયેલી હિંસાને પગલે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, રાજ્યના ચાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય બે અધિકારીઓ સામે ફોજદારી કેસ દાખલ કર્યો છે.ત્યારે 1 ઓગસ્ટના રોજ આસામના CMને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું રહેશે.

Assam-Mizoram Border Dispute : મિઝોરમ પોલીસે આસામના મુખ્યમંત્રી સામે FIR નોંધાવી,1 ઓગસ્ટના રોજ હાજર થવા આદેશ
Himanta Biswa Sarma (File Photo)

Assam-Mizoram Border Dispute : મિઝોરમ અને આસામ (Assam)રાજ્યો વચ્ચેનો વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે આસામ અને મિઝોરમ રાજ્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ મિઝોરમ પોલીસ દ્વારા વૈરેંગતે પોલીસ સ્ટેશનમાં (Warengate police station) આસામના મુખ્યમંત્રી વિરુધ્ધ FIR દાખલ કરી છે.ઉલ્લેખનીય છે કે,આસામના CM ઉપરાંત 200 અજાણ્યા કર્મચારીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યા છે.

મિઝોરમ પોલીસે કોલાસિબ જિલ્લાના વૈરેંગતે નગરમાં હદમાં થયેલી હિંસાને પગલે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા(Himant Biswa Sarma), રાજ્યના ચાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય બે અધિકારીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મિઝોરમ પોલીસ મહાનિરીક્ષક(Inspector General of Police) જ્હોન એનએ જણાવ્યું હતું કે, “આસામ રાજ્ય દ્વારા થયેલી હિંસાને પગલે તેમના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને ગુનાહિત કાવતરા સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આપને જણાવવું રહ્યું કે,આસામ અને મિઝોરમ વચ્ચે થયેલી હિંસામાં 7 પોલીસ જવાનોના મોત થયા હતા.

CM હિમંત બિસ્વા સરમાને 1 ​​ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશનમાં હાજર થવા આદેશ

મિઝોરમ પોલીસ દ્વારા આસામના CM હિમંત બિસ્વા સરમા (Himant Biswa Sarma) અને અન્ય 200 પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ FIR નોંધાવી છે. જેમાં  મિઝોરમ પ્રિવેન્શન એન્ડ પ્રિવેન્શન ઓફ કોવિડ -19 એક્ટ(Prevantion of covid-19) 2020 નું ભારતીય દંડ સંહિતા સાથે ઉલ્લંઘન કરવા બદલ આ FIR નોંધવામાં આવી છે. આ FIR ને પગલે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને અન્ય 200 કર્મચારીઓને 1 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશનમાં (Police Sation) હાજર થવાનો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

 

 

આસામના નિર્ણયની મિઝોરમે કરી નિંદા

બીજી તરફ, આસામ રાજ્યએ તેના નાગરિકોને પડોશી રાજ્ય મિઝોરમમાં મુસાફરી ન કરવા માટે આદેશ આપ્યો છે.ત્યારે મિઝોરમે(Mizoram) તેના નિર્ણયની નિંદા કરી છે. આસામના ગૃહ સચિવ એમ.એસ. મનીવન્નાન (M.S. Manivannan) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છે કે હાલની પરિસ્થિતિને જોતા આસામના લોકોને મિઝોરમની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે.વધુમાં જણાવ્યું કે, આસમના નાગરિકોને મિઝોરમ રાજ્યમાં ખતરો હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મહિલાઓની થઈ રહી છે ખુલ્લેઆમ હરાજી, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આઈટી પ્રધાન વૈષ્ણવને પત્ર લખી કડક કાર્યવાહીની કરી માંગ

આ પણ વાંચો: મુખ્યપ્રધાન તરીકે સતત 5 વર્ષ પૂર્ણ કરનાર વિજય રૂપાણી ગુજરાતના ચોથા CM

Click on your DTH Provider to Add TV9 Gujarati