મહિલાઓની થઈ રહી છે ખુલ્લેઆમ હરાજી, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આઈટી પ્રધાન વૈષ્ણવને પત્ર લખી કડક કાર્યવાહીની કરી માંગ
પ્રિયંકા ચતુર્વેદીએ પત્રમાં લખી જણાવ્યુ છે કે, કેટલાક મહિના પૂર્વે લિબરલ ડોજ (Liberal Doge) નામની યુટ્યુબ ચેનલમાં એક વિશેષ સમુદાયની મહિલાઓની ખુલ્લેઆમ હરાજી કરવાનુ દર્શાવાયુ હતુ.લોકો મહિલાને જોઈને હરાજીની બોલી બોલી રહ્યાં હતા, ખરાબ ખરાબ ટિપ્પણીઓ કરી રહ્યાં હતા.
શિવસેનાના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ( priyanka chaturvedi ) એક યુ ટ્યુબ ચેનલ અને એક એપ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પ્રિયંકા ચતુર્વેદીનું કહેવુ છે કે, યુ ટ્યુબની ચેનલ ઉપર વિશેષ સમાજની મહિલાઓની હરાજીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. તો બીજી બાજુ મહિલાઓના સોશિયલ મીડિયા ઉપરથી ફોટા લઈને એક એપ ઉપર પોસ્ટ કરવામાં આવ્યા છે.
યુ ટ્યુબ ઉપર મહિલાઓની હરાજીની જીવંત પ્રસારણ કરવાની ઘટના અંગે, ઈન્ફોર્મેશન અને ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવને ( Information and Technology Minister Ashwini Vaishnav ) પત્ર લખતા, શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યુ છે કે, સંબધિત યુ ટ્યુબ ચેનલ અને એપ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
પ્રિયંકા ચતુર્વેદીએ પત્રમાં લખી જણાવ્યુ છે કે, લિબરલ ડોજ (Liberal Doge) નામની યુટ્યુબ ચેનલમાં એક વિશેષ સમુદાયની મહિલાઓની ખુલ્લેઆમ હરાજી કરવાનુ દર્શાવાયુ હતુ. લોકો મહિલાને જોઈને હરાજીની બોલી બોલી રહ્યાં હતા, ખરાબ ખરાબ ટિપ્પણીઓ કરી રહ્યાં હતા. સુલ્લી ડીલ્સ (Sulli Deals) એપ પર એવી કેટલીય મહિલાઓની તસવીર પોસ્ટ કરાયેલી છે.
મહિલાઓની જાણકારી વિના જ થઈ રહી હતી હરાજી આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવને (Ashwini Vaishnav) લખેલા પત્રમાં પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યુ છે કે, જે મહિલાઓની તસવીર એપ ઉપર અપલોડ કરેલી હતી તે મહિલાઓને આ અંગે કોઈ જ જાણકારી નહોતી. Sulli Deals એપમાં જે મહિલાઓની તસવીર અપલોડ કરાયેલી હતી તે અલગ અલગ વ્યવસાય સાથે સંબધ ધરાવે છે. એમા એક વ્યવસાય પત્રકારત્વનો પણ છે. મહિલાઓની જાણકારી વિના જ તેમના ફોટા સોશિયલ મીડિયા ઉપરથી ડાઉનલોડ કરીને મૂકાયા હતા.
આવી એપ ઉપર ફોટા મૂકાતા મહિલાઓને વિવિધ પ્રકારની ગંદી ટિપ્પણી સાથે ધમકીઓ પણ આપવામાં આવતી હતી. જેના કારણે તેમને નીચાજોણુ થતુ હતુ. આ એપનો મુખ્ય હેતુ એક ખાસ સમાજની મહિલાઓને નીચા દેખાડવાનુ છે.
પ્રિયંકા ચતુર્વેદીએ ( priyanka chaturvedi ) કહ્યુ કે, કેટલીક મહિલાઓએ તો ભયભીત થઈને તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ જ બંધ કરી દીધા હતા. કેટલીક મહિલાઓ ભવિષ્યમાં થનારા નુકસાનને લઈને ભયભીત થઈ ગઈ છે.આ સંજોગોમાં આવી હરકત કરનારા જવાબદાર સામે કડક અને દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની માંગણી પ્રિયંકા ચતુર્વેદીએ કરી છે.
जिस तरह से ‘Sulli deals’ के माध्यम से एक धर्म की महिलाओं को target किया जा रहा था वो बेहद ही अफ़सोसजनक और निंदनीय है, इस संदर्भ में IT मंत्री को मेरा पत्र। https://t.co/Z2simpATVM
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 30, 2021
આ પણ વાંચોઃ એરટેલ, વોડાફોન-આઈડિયાના રિચાર્જ પ્લાન થઈ રહ્યા છે મોંઘા, જાણો તમારા મોબાઈલનો ખર્ચ કેટલો વધશે