ઓક્સિજન પહોંચાડી શક્યા નહીં કેજરીવાલ, રેશન હોમ ડિલિવરીની વાત કરી રહ્યા છે: રવિશંકર પ્રસાદ

કેજરીવાલ અને કેન્દ્ર વચ્ચે ઘરે ઘરે રેશન ડિલીવરીને લઈને તકરાર ચાલુ છે. આ ઉપર કેન્દ્રીય મંત્રી રવિશંકરે કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે.

ઓક્સિજન પહોંચાડી શક્યા નહીં કેજરીવાલ, રેશન હોમ ડિલિવરીની વાત કરી રહ્યા છે: રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદ

દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે ઘર્ષણ અને વિવાદોનો જુનો સંબંધ છે. હાલમાં બંને વચ્ચે રેશનની હોમ ડિલીવરીને લઈને શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. બંને વચ્ચે ઘરે ઘરે રેશન ડિલીવરીને લઈને તકરાર ચાલુ છે. આ ઉપર કેન્દ્રીય મંત્રી રવિશંકરે કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ ઓક્સિજન ના પહોંચાડી શક્યા, મહોલ્લા કલીનીકમાં દવા ના પહોંચાડી શક્યા. ઘર ઘર અન્ન એક જુમલો છે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે દિલ્હી સરકાર રેશન માફિયાના નિયંત્રણ હેઠળ છે. દેશના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ વન નેશન વન રેશનકાર્ડ લાગુ કર્યું છે. ફક્ત ત્રણ રાજ્યો આસામ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીએ તેનો અમલ કર્યો નથી. અરવિંદ કેજરીવાલ તમે દિલ્હીમાં વન નેશન વન રેશનકાર્ડ કેમ અમલમાં નથી મુક્યું, તમારી સમસ્યા શું છે? આ પહેલા આવા જ પ્રકારના આરોપો કેજરીવાલે કેન્દ્ર સરકાર પર લગાવ્યા હતા. અને તેમણે પણ કેન્દ્ર સરકાર અને રેશન માફિયાને આવી જ કંઇક વાત કરી હતી.

રવિશંકર પ્રસાદે કેજરીવાલ સરકાર પર નિશાન સાધતા આગળ કહ્યું કે આ હોમ ડિલિવરી જોવામાં ઘણી સારી લાગે છે, પરંતુ જો તમે તેની અંદર થોડો વધુ જશો તો સમજાશે કે તેમાં કૌભાંડની કેટલી ડૂબકીઓ લાગશે. તમે (અરવિંદ કેજરીવાલ) તમારો પ્રસ્તાવ મોકલો અથવા તમે ભારત સરકારને જતા અનાજ પર રમત રમશો.

રવિશંકર પ્રસાદે કહ્યું કે એપ્રિલ 2018 થી અત્યાર સુધી દિલ્હીની રેશન શોપમાં પીઓએસ મશીનોનું ઓથેન્ટિકેશન કેમ શરૂ નથી થયું? રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યા કે અરવિંદ કેજરીવાલ જી એસસી-એસટી કેટેગરીની ચિંતા નથી કરતા, સ્થળાંતરીત મજૂરોની ચિંતા પણ નથી કરતા, ગરીબોની પાત્રતાની પણ ચિંતા નથી કરતા.

રવિશંકર પ્રસાદે એમ પણ કહ્યું કે ભારત સરકાર દેશભરમાં ઘઉં રૂ .2 પ્રતિ કિલો, ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો આપે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના હેઠળ ગત વર્ષની જેમ આ વખતે પણ ગરીબોને નવેમ્બર સુધી નિ:શુલ્ક રેશન આપવામાં આવી રહ્યું છે. ચોખાના ભાવ પ્રતિ કિલો રૂ. 37 છે અને ઘઉંનો કિલો દીઠ રૂ. 27 ભાવ છે.

આ બાદ રવિશંકર પ્રાસાદે જાણાવ્યું કે ભારત સરકાર રાજ્યોને સબસિડી આપીને રેશનની દુકાન દ્વારા વિતરણ કરવા માટે અનાજ આપે છે. ભારત સરકાર આમાં વાર્ષિક 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. વન નેશન, વન રેશન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. વન નેશન, વન રેશનકાર્ડ યોજના દેશના 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં આના પર 28 કરોડનું પોર્ટેબલ ટ્રાન્ઝેક્શન થયા છે.

 

આ પણ વાંચો: રસપ્રદ: કીબોર્ડમાં Keys આડી અવળી કેમ હોય છે, ABCDEF જેમ એક લાઈનમાં કેમ નહીં?

આ પણ વાંચો: તારક મહેતાની જૂની સોનુ ભિડેનું ખતરનાક સાહસ, 3 મહિના સુધી એકલી જ કરશે આ એડવેન્ચર

Click on your DTH Provider to Add TV9 Gujarati