તારક મહેતાની જૂની સોનુ ભિડેનું ખતરનાક સાહસ, 3 મહિના સુધી એકલી જ કરશે આ એડવેન્ચર

નિધિ ભાનુશાલી આજકાલ ખુબ ચર્ચામાં છે. તે વાસ્તવિક જીવનમાં ખુબ એડવેન્ચર કરતી રહે છે. નિધિ હાલમાં જ પોતાના ડોગ સાથે લોંગ ડ્રાઈવ પર નીકળી પડી છે. પરંતુ તમને માન્યામાં નહીં આવે કે આ ટ્રીપ 3 મહિના ચાલવાની છે.

તારક મહેતાની જૂની સોનુ ભિડેનું ખતરનાક સાહસ, 3 મહિના સુધી એકલી જ કરશે આ એડવેન્ચર
નિધિ ભાનુશાલી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’માં સોનુનું પાત્ર ભજવી ચુકેલી અભિનેત્રી નિધિ ભાનુશાલી આજકાલ ખુબ ચર્ચામાં છે. તે વાસ્તવિક જીવનમાં ખુબ એડવેન્ચર કરતી રહે છે. નિધિ હાલમાં જ પોતાના મિત્રો સાથે લોંગ ડ્રાઈવ પર નીકળી પડી છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર નિધિની માતાએ કહ્યું કે આ રોડ ટ્રીપ 2-3 મહિના સુધી ચાલશે.

નિધિને એડવેન્ચરનો શોખ છે

નિધિની માતા પુષ્પા કહે છે કે, “નિધિ ખૂબ સાહસિક છે, તેને નવી વસ્તુઓ કરવાનો ખૂબ શોખ છે. લગભગ એક અઠવાડિયા પહેલા તે એક મિત્ર અને તેના ડોગ સાથે રોડ ટ્રીપ પર નીકળી પડી છે. મુંબઇથી લેહ લદાખ સુધીની આ યાત્રા છે. આ યાત્રામાં તેઓ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તાર અને કેટલાક દરિયાકિનારા પર ગયા. પછી ત્યાંથી તેઓ ગુજરાત તરફ ગયા હતા. અને હવે રાજસ્થાન અને અન્ય ઘણા ઉત્તરી રાજ્યોમાંથી પસાર થઈને હિમાચલ તરફ પ્રયાણ કરશે. ઘણા વિડીયો બનાવીને તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરશે.

આ ટ્રીપ પૂરી થતા 2 થી 3 મહિના લાગી શકે છે

તેમની માતાએ નિધિ વિશે વધુ કહ્યું કે નિધિ તેના ડોગ વગર રહી શકે એમ નથી. તેથી જ્યાં જાય છે ત્યાં સાથે લઇ જાય છે. અને મને તેણે વિશ્વાસ આપવ્યો છે કે તે પોતાની જાતને અને ડોગની પણ સાચવશે. આ ટ્રીપ લગભગ 2 થી 3 મહિના ચાલશે.

ટ્રીપ માટે ખરીદી કાર

નિધિએ આ ટ્રીપ માટે ખાસ એક નવી કાર પણ ખરીદી છે. આ વિશે પણ તેની માતાએ વાત કરતા કહ્યું કે નિધિને ટ્રીપ પર જૂની કાર નહોતી લઇ જવી તેથી તેણે હોન્ડા WR-V કાર ખરીદી છે. અને પોતાના હિસાબે કસ્ટમાઈઝ કરાવી છે. તેની માતાએ આગળ કહ્યું કે તારક મહેતા શો બાદ નિધિએ 5-6 આવી ટ્રીપ કરી છે. જોકે આ ટ્રીપ સૌથી લાંબી ટ્રીપ હશે. તેમજ તેની માતાની નિધિ સાથે દરરોજ વાત થાય છે.

 

આ પણ વાંચો: PM મોદી આવતા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રને કરશે સંબોધિત, આ મોટી સમસ્યાઓ પર થશે વાત

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ માટે 12 વર્ષ બાદ છોડ્યો અંજલી ભાભીનો રોલ, અગાઉ આ ફિલ્મ પણ કરી હતી નેહા મહેતાએ