IPL 2020ની હરાજીનો સમય બદલાયો, આ ખેલાડી પર રહેશે તમામ ટીમની નજર
ગુરુવારના દિવસે આઈપીએલ 2020(IPL 2020) માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. કોલકાત્તા ખાતે જ આ હરાજી રાખવામાં આવી છે પહેલાં નાગરિકતા કાયદાના વિરોધને લઈને સ્થળ બદલાવની વાત કરવામાં આવી હતી. જો કે સ્થળને બદલવામાં આવ્યું નથી પણ હરાજીના સમયને બદલી દેવાયો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 15-11-2024 ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા […]
ગુરુવારના દિવસે આઈપીએલ 2020(IPL 2020) માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. કોલકાત્તા ખાતે જ આ હરાજી રાખવામાં આવી છે પહેલાં નાગરિકતા કાયદાના વિરોધને લઈને સ્થળ બદલાવની વાત કરવામાં આવી હતી. જો કે સ્થળને બદલવામાં આવ્યું નથી પણ હરાજીના સમયને બદલી દેવાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
19 ડિસેમબરના રોજ આઈપીએલની ફેન્ચાઈઝી ટીમો પોતાના ફેવરિટ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે બોલી લગાવશે. 12 દેશના 332 ખેલાડીયો માટે હરાજીમાં બોલી લગાવવામાં આવશે. ઈતિહાસમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે હરાજી બપોરના સમયે કરવામાં આવી રહી છે.
પ્રવીણ તાંબે પર રહી શકે છે વિવિધ ટીમની નજર
ભારતીય ક્રિકેટ બોર્ડે 2020 આઈપીએલ માટે 332 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. જેમાં 186 ભારતના ખેલાડીઓ છે. આ વખતે હરાજીમાં અફઘાનિસ્તાનના ખેલાડી નૂર અહમદ સૌથી નાની વયના ખેલાડી છે. તેઓની ઉંમર માત્ર 14 વર્ષની જ છે. જ્યારે સૌથી વયસ્ક ખેલાડી તરીકે 48 વર્ષના પ્રવીણ તાંબે છે. તેઓ ભારતીય ખેલાડી છે અને હેટ્રિક માટે જાણીતા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનીય છે કે 997 ખેલાડીઓએ આઈપીએલમાં રમવા માટે રજિસ્ટ્રેશન કર્યું હતું. જેમાં 332 ખેલાડીની પસંદગી કરવામાં આવી છે. વિવિધ દેશના ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લેતા હોય છે. જો કે આ વખતે અમેરિકા અને સ્કોટલેન્ડના ખેલાડીઓ પહેલીવાર ભાગ લઈ રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]