ઍર ચીફ માર્શલ ધનોઆએ વાતો-વાતોમાં કર્યો ઇશારો, પાકિસ્તાનમાં મોજૂદ આતંકીઓ વિરુદ્ધ ફરી અને વધુ કંઈક ‘મોટું’ થવાની છે શક્યતા

TV9 Web Desk

TV9 Web Desk |

Updated on: Mar 04, 2019 | 9:22 AM

પુલવામા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલી ઍર સ્ટ્રાઇક બાદ વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆ આજે પહેલી વાર મીડિયા સામે આવ્યા અને તેમણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા. TV9 Gujarati   એક સવાલના જવાબમાં ધનોઆ જે કહ્યું, તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે ભારત-પાકિસ્તાન સરહદ પર હજી પણ કંઈક મોટું થવાનું છે. ધનોઆએ ભારત-પાકિસ્તાન સરહદ પર વર્તમાન […]

ઍર ચીફ માર્શલ ધનોઆએ વાતો-વાતોમાં કર્યો ઇશારો, પાકિસ્તાનમાં મોજૂદ આતંકીઓ વિરુદ્ધ ફરી અને વધુ કંઈક ‘મોટું’ થવાની છે શક્યતા

પુલવામા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલી ઍર સ્ટ્રાઇક બાદ વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆ આજે પહેલી વાર મીડિયા સામે આવ્યા અને તેમણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા.

એક સવાલના જવાબમાં ધનોઆ જે કહ્યું, તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે ભારત-પાકિસ્તાન સરહદ પર હજી પણ કંઈક મોટું થવાનું છે. ધનોઆએ ભારત-પાકિસ્તાન સરહદ પર વર્તમાન પરિસ્થિતિ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું, ‘ઇટ ઈઝ ઑનગોઇંગ ઑપરેશન, આઈ વિલ નૉટ કૉમેંટ ઑન ધૅટ’ (ઑપરેશન હજુ ચાલુ છે, હું તેના પર કોઈ કૉમેંટ નહીં કરું). તેમણે ભારતમાં ઘુસી આવેલા વિમાનો સામે મિગ 21 બાઇસનના ઉપયોગ અંગે કરાયેલા સવાલ પર કહ્યું, ‘કેમ નહીં કરીએ, મિગ 21 બાઇસન વિમાન અપગ્રેડેડ વિમાન છે. તે શ્રેષ્ઠ રડાર, ઍર-ટુ-ઍર મિસાઇલો અને શ્રેષ્ઠ વેપન સિસ્ટમથી સજ્જ છે. તેને અપગ્રેડ કરી 3.5 જનરેશન કરી દેવાયું છે. અમે પોતાની પાસે ઉપલબ્ધ તમામ વિમાનોનો ઉપયોગ કરીશું. પ્લાન્ડ ઑપરેશનમાં આપ યોજના બનાવો છો કે કઈ રીતે કરશો, પણ દુશ્મનની કાર્યવાહીના જવાબમાં તે સમયે જે વિમાન ઉપલબ્ધ હોય, તેનો ઉપયોગ કરવામાં આવે છે.’

ધનોઆના આ જવાબ અંગે અનેક અટકળો લગાવી શકાય છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પીઓકેમાં ઘુસીને ઍરફોર્સ દ્વારા કરાયેલી ઍર સ્ટ્રાઇક અને અભિનંદનને છોડવાની ઇમરાન ખાનની જાહેરાત બાદ એક કાર્યક્રમમાં કહી ચુક્યા છે કે હમણા-હમણા એક પાયલૉટ પ્રોજેક્ટ થયો છે, આ તો હમણા પ્રૅક્ટિસ હતી, રીયલ કરવાનું બાકી છે.

મોદીના આવાનિવેદન બાદ હવે ઍર ચીફ માર્શલ ધનોઆએ પણ આ પ્રકારનું નિવેદન આપતા સ્પષ્ટ છે કે ભારત સરહદ પાર પાકિસ્તાન અને ખાસ કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં સક્રિય આતંકવાદીઓ અને તેમના અડ્ડાઓ સામે ભવિષ્યમાં હજી કડક કાર્યવાહી કરી શકે છે. ભારત કદાચ સર્જિકલ સ્ટ્રાઇકનો સિલસિલો અહીં જ નહીં થોભાવે. ભારત આવી સ્ટ્રાઇક્સ સતત કરતું રહેશે અને પાડોશી પાકિસ્તાનની શાન ઠેકાણે લાવીને જ જંપશે.

તેમણે ફરી દાવો કર્યો કે અભિનંદન વર્તમાને જે મિગ 21 વિમાન વડે પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું, તે પાકિસ્તાની વિમાન એફ-16 જ હતું અને ભારત પાસે તેના મજબૂત સબૂત છે. તેમણે ઍર સ્ટ્રાઇક કરી હોવાના પણ સબૂત હોવાનો દાવો કર્યો

શબો ગણવા અમારું કામ નથી

ઍરફોર્સે પીઓકેમાં ઘુસીને કરેલી ઍર સ્ટ્રાઇક સામે સવાલો ઊભા કરનાર અને સબૂત માંગનાર કૉંગ્રેસ સહિતના નેતાઓને જવાબ આપતા ધનોઆએ કહ્યું કે જો ઍર સ્ટ્રાઇક થઈ જ ન હોત, તો પાકિસ્તાને બીજા જ દિવસે કેમ પ્રત્યાઘાત આપ્યો ? તેમણે કહ્યું, ‘જો અમે ટાર્ગેટ હિટ કરવાનો પ્લાન બનાવ્યો હતો, તો અમે ટાર્ગેટ હિટ કર્યું છે.’ ઍર સ્ટ્રાઇકમાં માર્યા આતંકીઓના સવાલ પર તેમણે કહ્યું, ‘અમે ટાર્ગેટ હિટ કરીએ છીએ, માનવ શબો નથી ગણતા. અમે માત્ર એ જોઇએ છીએ કે ટાર્ગેટ હિટ કર્યું છે કે નહીં, હા, અમે હિટ કર્યું.’

અભિનંદન ટૂંકમાં જ ફરી ભરશે ઉડાન

વિંગ કમાંડર અભિનંદન વર્તમાન ક્યારે ફરીથી લડાકૂ વિમાન ઉડાવશે ? આ સવાલના જવાબમાં બીએસ ધનોઆએ કહ્યું, ‘આ બધું તેમના મેડિકલ ફિટનેસ પર અવલંબે છે. તેમનું ફરીથી ફાઇટર પ્લેન ઉડાવવું તેમના મેડિકલ ફિટનેસ પર નિર્ભર કરે છે. એક વાર જ્યારે અભિનંદનને મેડિકલ ફિટનેસ મળી જશે, તેઓ ફરીથી કૉકપિટમાં આવશે અને વિમાન ઉડાવી શકશે.’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati