પેટા ચૂંટણીનો જંગ: જાણો મોરબીના લોકો કઈ કઈ સમસ્યાઓનો ઉકેલ ઈચ્છી રહ્યાં છે?
ગુજરાતમાં કુલ 8 વિધાનસભાની બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આ 8 બેઠકમાં અબડાસા, લીંબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા અને ધારીનો સમાવેશ થાય છે. જો કે આ મોટાભાગની બેઠક રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી ખાલી થઈ છે. આ બેઠકમાં મોરબી બેઠક ખાસ મહત્વ ધરાવે છે. મોરબી બેઠકમાં બ્રિજેશ મેરજાએ ધારાસભ્યે પદેથી રાજીનામું આપ્યું હતું. […]
ગુજરાતમાં કુલ 8 વિધાનસભાની બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આ 8 બેઠકમાં અબડાસા, લીંબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા અને ધારીનો સમાવેશ થાય છે. જો કે આ મોટાભાગની બેઠક રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી ખાલી થઈ છે. આ બેઠકમાં મોરબી બેઠક ખાસ મહત્વ ધરાવે છે.
મોરબી બેઠકમાં બ્રિજેશ મેરજાએ ધારાસભ્યે પદેથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું આપ્યા પછી તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા છે. આથી હવે પાર્ટીએ બ્રિજેશ મેરજાને મોરબીથી લડાવવાનું મન બનાવી લીધું છે એવી વર્તુુળોમાં ચર્ચા છે. જો કે આ બેઠક પર કાંતિ અમૃતિયા જે ભાજપમાંથી પૂર્વ ધારાસભ્ય રહીં ચૂક્યાં છે તે મેરજાને ટીકિટ આપવામાં આવે તો નારાજ થઈ શકે છે. આ વિવાદને ખાળવા માટે ભાજપના નેતા સૌરભ પટેલ અને આઈ.કે.જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. જાણીશું કે મોરબી બેઠક પર પ્રજા શું ઈચ્છી રહી છે. જુઓ VIDEO…
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : પેટા ચૂંટણી મામલે ભાજપનો આંતરિક રીપોર્ટ ચોંકાવનારો, જાણો BJPને કેટલી સીટ મળી શકે છે?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો