AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભાજપમાં વધી રહ્યું છે શંકર ચૌધરીનું કદ? જાણો કેવી રીતે થશે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કસોટી?

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારી કોગ્રેસ કરતાં ભાજપ માટે મહત્વની બની રહેવાની છે.  સુત્રો કહે છે આ પેટા ચૂંટણી ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ અને સીએમ સુધીના નેતાઓને અસર કરી શકે છે તો ભાજપના નેતા શંકર ચૌધરી માટે પણ આ ચૂંટણી મહત્વની રહેશે. ભાજપે પેટા ચૂંટણીની તૈયારીના ભાગ રુપે સરકારના સિનિયર પ્રધાન અને સંગઠનના […]

શું ભાજપમાં વધી રહ્યું છે શંકર ચૌધરીનું કદ? જાણો કેવી રીતે થશે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કસોટી?
Anil Kumar
| Edited By: | Updated on: Sep 26, 2020 | 4:05 PM
Share

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારી કોગ્રેસ કરતાં ભાજપ માટે મહત્વની બની રહેવાની છે.  સુત્રો કહે છે આ પેટા ચૂંટણી ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ અને સીએમ સુધીના નેતાઓને અસર કરી શકે છે તો ભાજપના નેતા શંકર ચૌધરી માટે પણ આ ચૂંટણી મહત્વની રહેશે. ભાજપે પેટા ચૂંટણીની તૈયારીના ભાગ રુપે સરકારના સિનિયર પ્રધાન અને સંગઠનના સિનિયર પદાધિકારીઓની નિમણૂંક કરી છે.  મહત્વની વાત એ છે કે આ 16 સરકાર અને સંગઠનના સિનિયર નેતાઓનું શંકર ચૌધરી અને ભાર્ગવ ભટ્ટને સંકલન કરવાનુ છે. આ માહિતી ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે તેની વિગત જાણીએ તો અબડાસામાં ભુપેન્દ્ર ચુડાસમા અને કે.સી પટેલ, લીમડીમાં આર. સી. ફળદુ અને નીતિન ભારદ્વાજ, કરજણમાં પ્રદીપસિંહ જાડેજા  અને શબ્દ શરણ બહ્મભટ્ટ, ડાંગમાં ગણપત વસાવા અને પુર્ણેશ મોદી, કપરાડામાં ઈશ્વર સિહ પટેલ અને ભરતસિંહ પરમાર, મોરબીમાં સૌરભ પટેલ અને આઈ. કે. જાડેજા, ગઢડામાં કુંવરજીભાઈ બાવળીયા અને ગોરધન ઝડફિયા, ધારીમાં ધર્મન્દ્ર સિહ જાડેજા અને ધનસુખ ભંડેરીને સૂકાન આપવામાં આવ્યું છે.  મહત્વની વાત એ છે શંકર ચૌધરી અને ભાર્ગવ ભટ્ટની જવાબદારી પ્રદેશ અને કેન્દ્રીય મોવડી મંડળ સાથે સંકલનની રહેશે.

ભાજપના સૂત્રો મુજબ સંગઠનમાં જીતુ વાઘાણીને વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી પ્રદેશ અધ્યક્ષ તરીકે યથાવત રખાય તેવી સંભાવના પ્રબળ છે. આ સમયમાં આઠેય વિધાનસભાની સંકલનની જવાબદારી શંકર ચૌધરીને સોંપીને સિનિયર નેતાઓ કસોટી કરવા માંગે છે.  આમ તો આઠેય વિધાનસભા જીતાડવાની જવાબદારી હવે શંકર ચૌધરીની છે તેમ માની શકાય.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Will major changes in Gujarat BJP come due to Shankar Chaudhary

જો શંકર ચૌધરી તેઓ આ કાર્યમાં સફળ થાય તો તેમને જીતુ વાઘાણીની જગ્યાએ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોપી શકાય છે. બીજી તરફ પક્ષના કેટલાક નેતાઓ માને છે કે રાધનપુરની પેટા ચૂંટણીમાં જે રીતે અલ્પેશ ઠાકોર અંગે પરિણામો આવ્યા તે ટાસ્ક પણ શંકર ચૌધરીએ સારી રીતે પુર્ણ કર્યો હતો.  જો કે અત્યારે તો બીજેપીના નેતાઓ માને છે તમામ સીટ જીતવા માટે તૈયારી થઇ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ તો રાજકીય નિષ્ણાંત પ્રશાંત ગઢવી માને છે કે જો પ્રદેશ અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી જેવા OBC નેતા સ્થાન પામે તો જાતિગત સમીકરણો બેલેન્સ કરવા માટે સીએમ તરીકે વિજય ભાઇ રુપાણીનો વિકલ્પ મોવડી મંડળે શોધવો પડે. જો પાટીદાર પ્રદેશ અધ્યક્ષ બને તો તેમની ખુરશીને કોઈ જોખમ નથી.  છતાં જે રીતે હાલ શંકર ચૌધરીને આઠેય પેટા ચૂંટણીના સંકલનની જવાબદારી સોંપાઇ છે તેને લઈને સંગઠન અને સરકારમાં ગણગણાટ શરુ થઇ ગયો છે કે હાલની કામગીરી ભવિષ્યમાં અનેક સંભાવનાઓને જન્મ આપશે અને અનેક નેતાઓ કપાશે તો અનેકને લોટરી લાગી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">