Gujarat local body poll 2021: AMRELIમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો અનોખો વિરોધ, સાયકલ પર ખાતરની થેલી લઈ મતદાન કરવા પહોંચ્યા !

Gujarat local body poll 2021: દેશમાં હાલ મોંઘવારીનો માર છે. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવથી લોકો પરેશાન છે. સાથે જ ખાતરમાં વધી રહેલા ભાવથી ખેડૂતો પરેશાન છે

| Updated on: Feb 28, 2021 | 2:18 PM

Gujarat local body poll 2021:
દેશમાં હાલ મોંઘવારીનો માર છે. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવથી લોકો પરેશાન છે. સાથે જ ખાતરમાં વધી રહેલા ભાવથી ખેડૂતો પરેશાન છે અને ગેસ સિલિન્ડરના ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન છે. ત્યારે વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મતદાન કરતા પહેલા નવતર વિરોધ કર્યો હતો.

ધાનાણીના નવતર વિરોધથી લોકોમાં અચરજ

અમરેલી શહેરમાં મતદાન કરવા માટે પરેશ ધાનાણી સાયકલ પર સવાર થઈ મતદાન મથક પર પહોંચ્યા હતા.આ સમયે સાઇકલના કેરિયરમાં ખાતરની એક બેગ પણ સાથે રાખી હતી. ધાનાણીની સાથે અન્ય એક મતદાર પોતાની સાઇકલ પાછળ એલપીજી સિલિન્ડર લઈ મતદાન મથક પર પહોંચ્યા હતા. અમરેલી શહેરના રસ્તા પરથી નેતા વિપક્ષ સાયકલ પર ખાતરની બેગ રાખી પસાર થતા શહેરીજનો આશ્ચર્યમાં મુકાયા હતા.

અમરેલી જિલ્લામા 11.51 લાખ મતદારો ​​​​​​​

​​​​​​​અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. 11 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા માટે મતદાન શરૂ થયું છે. જિલ્લા-તાલુકા પંચાયતના 1139 મતદાન મથકો અને નગરપાલિકાના 249 મતદાન મથકો પર મતદાન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પંચાયતની 34 સીટ માટે 91 ઉમેદવાર, તાલુકા પંચાયત માટે 515 તથા પાંચ પાલિકા માટે 459 મળી કુલ 1065 ઉમેદવારોનુ ભાવિ 11.51 લાખ મતદારો ઘડશે. આગામી બીજી તારીખે મતગણતરી થશે.

Follow Us:
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">