AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમને આ બીમારી હશે તો નહી મળે હેલ્થ ઇન્સ્યોરન્સના પૈસા, જાણો કેમ

લોકો ઓચિંતી આવી પડતી બિમારીઓની સારવારનો મોટો ખર્ચ ટાળવા માટે આરોગ્ય વીમો લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી બીમારીઓ છે જે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં પણ કવર નથી થતી. તેનો અર્થ એ કે તમારે તેની સારવાર માટે જાતે જ ચૂકવણી કરવી પડશે.

જો તમને આ બીમારી હશે તો નહી મળે હેલ્થ ઇન્સ્યોરન્સના પૈસા, જાણો કેમ
Health Insurance
| Updated on: May 05, 2024 | 6:10 PM
Share

આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનમાં એક મહત્વપૂર્ણ મુદ્દો છે. લોકોને કોઈપણ બીમારી થાય તો તેની સારવારમાં ઘણા પૈસા ખર્ચાઈ જાય છે. તેથી હવે લોકો ઓચિંતી આવી પડતી બીમારીઓની સારવારનો મોટો ખર્ચ ટાળવા માટે આરોગ્ય વીમો લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી બીમારીઓ છે જે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં પણ કવર નથી થતી. તેનો અર્થ એ કે તમારે તેની સારવાર માટે જાતે જ ચૂકવણી કરવી પડશે.

જન્મજાત બિમારી

મનુષ્યમાં કેટલીક બીમારીઓ એવી હોય છે જે જન્મજાત હોય છે. તેનો અર્થ એ છે કે તે તેઓ જન્મ્યા ત્યારથી આ બિમારીથી પીડાય છે. જન્મજાત બિમારીઓને બે વર્ગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ બાહ્ય જન્મજાત બિમારી અને બીજી આંતરિક જન્મજાત બિમારી. બાહ્ય જન્મજાત બિમારીઓ જેવી કે શરીર પર વધારાની ત્વચા અથવા કોઈપણ વધારાનું અંગ. તો જન્મતાની સાથે જ હૃદય નબળા પડવા જેવા આંતરિક રોગો પણ છે. આ રોગો આરોગ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવતા નથી.

ચેપી રોગ

કેટલીક બિમારીઓ એવી છે જે ચેપી છે. એટલે કે જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. HIV, STD અને ગોનોરિયા જેવી બિમારીઓ જેનો હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી હેઠળ લાભ મળતો નથી.કારણ કે તેની સારવારમાં લાંબો સમય લાગી શકે છે અને આવી સ્થિતિમાં આરોગ્ય વીમા કંપનીઓ પોતાને આર્થિક નુકસાનથી બચાવવા માટે આ બિમારીઓને હેલ્થ ઈન્શ્યોરન્સ સામેલ કરતી નથી.

કોસ્મેટિક સર્જરી દ્વારા થતા રોગો

આજકાલ કોસ્મેટિક સર્જરી ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. લોકો કોસ્મેટિક સર્જરી દ્વારા શરીરના જુદા જુદા ભાગોમાં ફેરફાર કરાવતા હોય છે. પરંતુ ઘણી વખત એવા કેસો સામે આવે છે કે કોસ્મેટિક સર્જરીની આડઅસર થાય છે અને તે સ્વાસ્થ્યને બગાડે છે. આરોગ્ય વીમા કંપનીઓ સામાન્ય રીતે તેમની પોલિસીમાં કોસ્મેટિક સર્જરીને કારણે થતા ખરાબ સ્વાસ્થ્યને આવરી લેતી નથી.

આ પણ વાંચો વિશ્વનો એકમાત્ર દેશ જે સંપૂર્ણપણે છે ડિજિટલ, ટ્રાન્સપોર્ટેશન અને ઈન્ટરનેટ છે ફ્રી

હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, જુઓ Video
મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, જુઓ Video
સ્કૂલ બસને અકસ્માત નડ્યો
સ્કૂલ બસને અકસ્માત નડ્યો
g clip-path="url(#clip0_868_265)">