ગુજરાત ભાજપમાં સી આર પાટીલની પ્રદેશ પ્રમુખપદે કરાયેલી નિમણૂંકથી નારાજ થયેલા પાટીદાર અગ્રણીઓને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલ કોંગ્રેસ તરફ ખેચી શકે છે. સી આર પાટીલની કાર્યશૈલીથી નારાજ સૌરાષ્ટ્રના કડવા અને લેઉવા પાટીદાર નેતાઓએ બેઠક યોજી હતી. સામાજીક એજન્ડાના નામે યોજાયેલી આ બેઠકમાં પાટીદાર નેતૃત્વ અંગે ચર્ચા કરીને રાજકીય ભવિષ્ય બાબતે ચિંતા વ્યક્ત કરાઈ હતી. પાટીદાર અગ્રણીઓની માંગ છે કે, પાટીદાર નેતાઓને ભાજપમાં મહત્વના સ્થાન આપવામાં આવે.
જો ભાજપના પ્રદેશ માળખામાં પાટીદારોને યોગ્ય સ્થાન નહી આપવામાં આવે તો નજીકના ભવિષ્યમાં ભાજપમાં નવાજૂની થવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યાં છે. અગાઉ ભાજપના મહિલા કોર્પોરેટરે ભાજપને રામરામ કરીને કોંગ્રેસનો ત્રિરંગો ધારણ કર્યો છે. આ સમયે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નિવેદન કર્યું હતું કે સૌરાષ્ટ્રમાંથી વધુ કેટલાક પાટીદાર નેતાઓ ભાજપને ત્યજીને કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો