હાર્દિક પટેલની નિમણૂંકથી નારાજગી દૂર કરવા કોંગ્રેસ વરિષ્ઠોને આપશે ટિકીટ, અર્જૂન મોઢવાડીયાને અબડાસા, સિધ્ધાર્થ પટેલને કરજણમાં લડાવે તેવી સંભાવના

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે હાર્દીક પટેલની નિમણૂંકથી સિનીયર નેતાઓ નારાજ થયા છે. પક્ષના વરીષ્ઠ નેતાઓની નારાજગી દૂર કરવા કોંગ્રેસના મોવડીઓએ પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં આગામી સમયમાં આવનારી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કેટલાક વરિષ્ઠ આગેવાનને ટિકીટ આપી શકે છે કોંગ્રેસ. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંઘીના બે વિશ્વાસુ સચિન રાવ અને કિષ્ણા અલાવરીએ પેટાચૂંટણી માટેની […]

હાર્દિક પટેલની નિમણૂંકથી નારાજગી દૂર કરવા કોંગ્રેસ વરિષ્ઠોને આપશે ટિકીટ, અર્જૂન મોઢવાડીયાને અબડાસા, સિધ્ધાર્થ પટેલને કરજણમાં લડાવે તેવી સંભાવના
Follow Us:
| Updated on: Aug 04, 2020 | 7:59 AM

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે હાર્દીક પટેલની નિમણૂંકથી સિનીયર નેતાઓ નારાજ થયા છે. પક્ષના વરીષ્ઠ નેતાઓની નારાજગી દૂર કરવા કોંગ્રેસના મોવડીઓએ પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં આગામી સમયમાં આવનારી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કેટલાક વરિષ્ઠ આગેવાનને ટિકીટ આપી શકે છે કોંગ્રેસ. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંઘીના બે વિશ્વાસુ સચિન રાવ અને કિષ્ણા અલાવરીએ પેટાચૂંટણી માટેની આઠેય બેઠકોને સર્વે કર્યો છે. આ સર્વે મુજબ અબડાસામાં અર્જૂન મોઢવાડીયા અને કરજણ બેઠક પરથી સિધ્ધાર્થ પટેલને ટિકીટ આપી શકે છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે યુવા નેતા હાર્દીક પટેલની નિમણૂક કરાતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં નારાજગી પ્રસરી હતી. આ નારાજગી દુર કરવાના ભાગરૂપે જ વરિષ્ઠ નેતાઓને પેટાચૂંટણી લડાવવાની તૈયારીઓ કરી છે. કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ ના છોડે તે માટે પક્ષના હાઈકમાન્ડે ઉમેદવારોની પંસદગી બાબતે કેટલીક તૈયારીઓ કરી લીધી છે. આ પેટાચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષપલટુના મુદ્દો બનાવીને ભાજપ ઉપર વાક્પ્રહાર કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">