ભાજપના ધારાસભ્યે વિજય રૂપાણીને લખ્યો પત્ર, કહ્યુ તમે સંવેદનશીલ મુખ્યપ્રધાન, જરૂર પડે કરો લોકડાઉન

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ( Ketan inamdar ) મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં વડોદરાના ગ્રામ્ય વિસ્તાર માટે લેવાયેલા નિર્ણયો સામે નારાજગી વ્યક્ત કરી છે.

ભાજપના ધારાસભ્યે વિજય રૂપાણીને લખ્યો પત્ર, કહ્યુ તમે સંવેદનશીલ મુખ્યપ્રધાન, જરૂર પડે કરો લોકડાઉન
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે, મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 4:18 PM

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે, ( ketan inamdar) મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારી સંદર્ભે લેવાયેલા પગલા બાબતે નારાજગી વ્યક્ત કરી છે. કેતન ઈનામદારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સંવેદનશીલ મુખ્યપ્રધાન ગણાવી ને કહ્યુ છે કે, ગંભીરતાપૂર્વક વિચારીને પગલા ભરો. કોરોનાની વર્તમાન બીજી લહેરની ચેઈન તોડવા માટે લોકડાઉન લાદવાની જરૂર પડે તો લોકડાઉન પણ કરો.

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં વડોદરાના ગ્રામ્ય વિસ્તાર માટે લેવાયેલા નિર્ણયો સામે નારાજગી વ્યક્ત કરી છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો આપવા સામે મનાઈ ફરમાવાતા, ધારાસભ્ય કેતન ઈનામદારે શિષ્ટ ભાષામાં શાબ્દિક નારાજગી વ્યક્ત કરી છે.

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખ્યો બે પાનાનો પત્ર

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સાવલી ડેસરમાં તૈયાર કરાયેલા બેડનું શુ કેતન ઈનામદારે લખી જણાવ્યુ છે કે, પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓક્સિજનનો પુરવઠો આપવામાં આવતો હતો. હવે તે બંધ કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં સાવલી અને ડેસર વિસ્તારમાં સેવાભાની સંસ્થાઓની મદદથી ઓક્સિજન સાથેના તૈયાર કરાયેલ બેડનું શુ કરવું ? પહેલેથીજ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં ઓક્સિજન ઓછો અપાતો હતો. હવે બંધ કરવાની વાત છે. તેની સામે મારો વિરોધ છે.

સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ગુજરાતના સંવેદનશીલ મુખ્યપ્રધાન લેખાવીને કેતન ઈનામદારે કહ્યુ છે કે ગંભીરતાપૂર્વક વિચારીને નિર્ણય લો. વડોદરા શહેર અને જિલ્લો એ ગુજરાતની મધ્યમાં આવેલો છે. વડોદરાની આજુબાજુમાં અનેક જિલ્લામાંથી દર્દીઓને વડોદરામાં સારવાર માટે લવાય છે. જેથી ઓક્સિજન નહી આપવાના નિર્ણયની ગંભીરથી અતિગંભીર અસર થશે.

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખ્યો બે પાનાનો પત્ર

લોકડાઉન કરો, ચેન તોડો

ગુજરાતમાં હાલ એક તરફ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને સામાજીક પ્રસંગો પણ ઉજવાઈ રહ્યાં છે. આ સંજોગોમાં કોરોનાનું સંક્રમણ વધવાની પૂરેપૂરી સંભાવના છે. આથી જરૂર પડે કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન લાદવાની જરૂર પડે તો લોકડાઉન કરવુ અથવા તેના જેવા અન્ય કોઈ પગલાં ભરવા પણ કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને જણાવ્યુ છે.

લોકો બ્લેકમાં ખરીદે છે રેમેડેસિવીર ઈન્જેકશન વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ સેન્ટર અને હોસ્પિટલ કાર્યરત છે. આ કોવિડ સેન્ટર અને હોસ્પિટલોમાં કોરોનાની ગંભીર અસર પામેલા દર્દીઓ દાખલ થાય છે. જેમને રેમડેસિવીર ઈન્જેકશન આપવુ જરૂરી છે. પણ રેમડેસિવીર ઈન્જેકશન મળતા નથી આથી દર્દીના પરિવારજનોને બ્લેકમાં પણ રેમડેસિવીર ઈન્જેકશન ખરીદવા પડે છે.

કેતન ઈનામદારે ધારણ કરેલો ભાજપનો ભગવો ખેસ ભૂતકાળમાં ફગાવવાની તૈયારી દાખવી હતી. પરંતુ ભાજપના પ્રદેશકક્ષાના મોવડીઓની સમજાવટના અંતે તેઓએ કોઈ પગલુ ભર્યુ નહોતું. ગુજરાતમાં ભાજપની બોલબાલા અને જે તે સમયે ગુજરાતમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે કેતન ઈનામદાર સાવલી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અને પાછળથી ભાજપમાં જોડાયા હતા.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">