આર્મી ચીફ બિપિન રાવતનું નિવેદનઃ LOC પર કોઈપણ સમયે સ્થિતિ બગડી શકે છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે બગડી રહેલા સંબંધને લઈ સેના પ્રમુખનું નિવેદન આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર થયા પછીથી પાકિસ્તાન સતત સીઝ-ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ત્યારે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે, લાઈન ઓફ કન્ટ્રોલ LOC પર કોઈપણ સમયે તણાવ ઉભો થઈ શકે છે. દેશને આ માટે તૈયાર રહેવું પડશે. સેના પ્રમુખના આ નિવેદન […]
ભારત અને પાકિસ્તાન વચ્ચે બગડી રહેલા સંબંધને લઈ સેના પ્રમુખનું નિવેદન આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર થયા પછીથી પાકિસ્તાન સતત સીઝ-ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ત્યારે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે, લાઈન ઓફ કન્ટ્રોલ LOC પર કોઈપણ સમયે તણાવ ઉભો થઈ શકે છે. દેશને આ માટે તૈયાર રહેવું પડશે. સેના પ્રમુખના આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ચૂક્યો છે. અને તેનો વિરોધ પાકિસ્તાન અનેક વખત વૈશ્વિક મંચ પર કરી ચૂક્યું છે.
આ પણ વાંચોઃ મોજમાં રહેવું રે’ કૃતિ બદલ રતિલાલ બોરિસાગરનું સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માન
શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી જી.કિશનરેડ્ડીએ લોકસભામાં સીઝ ફાયર ઉલ્લંઘનની ઘટનાઓ વિશે નિવેદન આપ્યું હતું અને ઓગસ્ટથી ઓક્ટોબર સુધી 950થી વધુ વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું છે.