ધારાસભ્ય ડૉ.આશા પટેલના રાજીનામા પછી કોંગ્રેસનો પ્રહાર,ભાજપ પક્ષ નહીં દુકાન બન્યું છે

ધારાસભ્ય ડૉ.આશા પટેલના રાજીનામા પછી કોંગ્રેસનો પ્રહાર,ભાજપ પક્ષ નહીં દુકાન બન્યું છે

ડો.આશા પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહારો.ભાજપ મીડીયા દ્રારા કોંગ્રેસના ધારાસભ્યોને ખોટી રીતે બદનામ કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.આશા પટેલના રાજીનામાં પાછળ લાલચ જવાબદાર.કોંગ્રેસમાં સબ સલામત હોવાનો પ્રદેશ પ્રમુખનો દાવો. ઉંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલના રાજીનામાંથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં મોટો ઝટકો પડ્યો છે.રાહુલ ગાંધી આગામી 15મી કે 16મી ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાતથી લોકસભાની ચૂંટણીનો શંખનાદ […]

Dipen Padhiyar

| Edited By: Parth_Solanki

Feb 02, 2019 | 5:15 PM

ડો.આશા પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહારો.ભાજપ મીડીયા દ્રારા કોંગ્રેસના ધારાસભ્યોને ખોટી રીતે બદનામ કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.આશા પટેલના રાજીનામાં પાછળ લાલચ જવાબદાર.કોંગ્રેસમાં સબ સલામત હોવાનો પ્રદેશ પ્રમુખનો દાવો.

ઉંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલના રાજીનામાંથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં મોટો ઝટકો પડ્યો છે.રાહુલ ગાંધી આગામી 15મી કે 16મી ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાતથી લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવાના છે.ત્યારે રાહુલ ગાંધીની મુલાકાત પહેલા જ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાતના પ્રવાસ અંગે આયોજન કરવા માટે અમદાવાદ પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે 1લી ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાતના નેતાઓ અને ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી.બેઠકમાં ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ પણ હાજર રહ્યાં હતા.અને આશા પટેલે પ્રદેશ પ્રમુખ સાથે રાહુલ ગાંધીની સભા ઉંઝામાં રાખવા માટે વાતચીત પણ કરી હતી.ઉંઝામાં મેદાન નાનું હોવાથી આશા પટેલે પ્રદેશ પ્રમુખને કોઈ ખેતરમાં સભા રાખવા માટે અને સભા માટે ખેતર તૈયાર કરવા પણ જણાવ્યું હતું.આશા પટેલની સાથે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ અને સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ હાજર હતા.
આશા પટેલના રાજીનામાં અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આશા પટેલે મતદારો કે પક્ષ સાથે પરામર્શ કર્યા વિના નિર્ણય લીધો છે.ગઈ કાલ સુધી કોઈ રજુઆત નહોતી.પરંતુ ગઈ કાલે રાતે શુ રંધાયું તે પ્રજા જાણવા માંગે છે.રાહુલજીનું નેતૃત્વ મજબૂત છે અને સર્વ સ્વીકૃત છે.પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નિર્ણય લીધો હોય રાષ્ટ્રીય નેતૃત્વ પર આક્ષેપ કરે એ યોગ્ય નથી.અમારા અનેક ધારાસભ્યોને મીડીયાના મારફતે ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ ભાજપ કરે છે.
કોંગ્રેસના લોકોને ડરાવવાનો અને લાલચ આપીને ભોળવીને લઇ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સંગઠનમાં તાલુકા-જિલ્લા સ્તરે સંકલનનો અભાવ હોય તો પક્ષ સાથે ચર્ચા કરી ઉકેલ લાવવામાં આવતો હોય છે.પરિવાર હોય કે પક્ષ નાના મોટા પ્રશ્નો ચાલતા હોય છે.કોંગ્રેસ કાર્યકરો અને પ્રજાના આશીર્વાદથી ચાલતી પાર્ટી છે.રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવશે ત્યારે ઉમળકાથી સ્વાગત થશે.
આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસને રાહુલ ગાંધીની સભાનું સ્થળ બદલવાની ફરજ પડે તેમ લાગી રહ્યું છે.અત્યાર સુધી ઉંઝામાં રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવાનું નક્કી હતું.કારણ કે ઉંઝા વિધાનસભામાં નરેન્દ્ર મોદીના વતન વડનગરનો સમાવેશ થાય છે.અને રાહુલ ગાંધી મોદીના વતનથી સભા કરીને લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવાના હતા.પરંતુ હવે રાહુલ ગાંધીની સભા બેચરાજી યોજવામાં માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
ડો.આશા પટેલના રાજીનામા અંગે કોંગ્રેસના મહામંત્રી હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે આશા પટેલના રાજીનામનું કારણ લાલચ જ છે.ભાજપમાં નેતૃત્વ તૈયાર નથી થયું અટલે બીજાના ભરોષે ચાલે છે.ભાજપ માત્ર સોદા જ કરી શકે છે.વિધાનસભા અને લોકસભામાં કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા અનેક નેતાઓ છે.લોકશાહીમાં લાલચ આપવી એ ભાજપની દેન છે.
[yop_poll id=1010]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati