Coldplay On OTT : ‘Coldplay’ કોન્સર્ટની નથી મળી ટિકિટ, તો હવે ઘરે બેઠા જુઓ Live શો, જાણો કેવી રીતે
આ કોન્સર્ટની ટિકિટ તમને નથી મળી કે પછી કોઈ કારણોસર તમે આ કોનસર્ટ જોવા નથી જઈ શકતા તો હવે ચિંતા કરવાની જરુર નથી તમે ઘરે બેઠા જ આ કોન્સર્ટ Live જોઈ શકો છો. જી હા, કોલ્ડપ્લેનો અમદાવાદ કોન્સર્ટ OTT પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી રહ્યો છે.
1 / 6
બ્રિટિશ રોક બેન્ડ 'Coldplay' આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. અગાઉ 18 અને 19 જાન્યુઆરીએ આ બેન્ડ મુંબઈમાં કોન્સર્ટ કરી ચૂક્યું છે. જેમાં શ્રેયા ઘોષાલ સહિત ઘણા સેલેબ્સ આ કોન્સર્ટના વ્યૂયર્સ બન્યા હતા અને સામાન્ય લોકોની જેમ કોન્સર્ટ નિહાળ્યો હતો. જે બાદ હવે આ બેન્ડ 25 અને 26 જાન્યુઆરીએ એટલે કે આજે અને આવતી કાલે અમદાવાદમાં લાઈવ પરફોર્મ કરવાની છે.
2 / 6
ત્યારે આ કોન્સર્ટની ટિકિટ તમને નથી મળી કે પછી કોઈ કારણોસર તમે આ કોનસર્ટ જોવા નથી જઈ શકતા તો હવે ચિંતા કરવાની જરુર નથી તમે ઘરે બેઠા જ આ કોન્સર્ટ Live જોઈ શકો છો. જી હા, કોલ્ડપ્લેનો અમદાવાદ કોન્સર્ટ OTT પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી રહ્યો છે.
3 / 6
OTT પ્લેટફોર્મ Disney+Hotstar એ કોલ્ડપ્લે સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત, 26 જાન્યુઆરીએ, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, અમદાવાદના સૌથી મોટા સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના કોન્સર્ટનું Live પ્રસારણ કરવામાં આવશે. આ સમાચાર બેન્ડના ચાહકો માટે એક સારા સમાચાર છે કારણ કે ભારત પ્રવાસની જાહેરાત પછી, કોન્સર્ટની ટિકિટો થોડીવારમાં જ વેચાઈ ગઈ હતી.
4 / 6
'ડિઝની પ્લસ હોટસ્ટાર' કહે છે કે તે આ કોન્સર્ટને શ્રેષ્ઠ ગુણવત્તામાં સ્ટ્રીમ કરશે. જેથી લાઈવ પર્ફોર્મન્સની vibe સીધી દર્શકો સુધી પહોંચાડી શકાય. રસપ્રદ વાત એ છે કે, #ParadiseForAll અનુભવ આપવા માટે, OTT પ્લેટફોર્મ ફક્ત કોન્સર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ જ નહીં પરંતુ તેના સબ્સ્ક્રાઇબર્સને બેન્ડના પડદા પાછળના વિશિષ્ટ ફૂટેજ પણ જોવા મળશે.
5 / 6
કોલ્ડપ્લે બેન્ડના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન કહે છે, 'અમને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે 26 જાન્યુઆરીએ અમદાવાદમાં અમારો શો 'ડિઝની+ હોટસ્ટાર' પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.' તમે તેને ભારતમાં ગમે ત્યાંથી જોઈ શકો છો. અમને આશા છે કે તમે અમારી સાથે જોડાશો.
6 / 6
કોલ્ડપ્લેનો અમદાવાદ કોન્સર્ટ 26 જાન્યુઆરી, 2025 ના રોજ સાંજે 6 વાગ્યે ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ જોવા માટે, તમારી પાસે OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન હોવું આવશ્યક છે.
Published On - 1:24 pm, Sat, 25 January 25