વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ હિન્દુ મંદિર જાણો કયાં નિર્માણાધીન થઇ રહ્યું છે

|

Jun 01, 2023 | 10:01 PM

મંદિરનું નિર્માણ સિદ્ધિપેટના બુરુગુપલ્લી ખાતે ચારવિથા મીડોઝ સમુદાયના દરવાજાવાળા વિલાની અંદર કરવામાં આવી રહ્યું છે. કુલ 3,800 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલા આ મંદિરમાં મુખ્યત્વે ત્રણ ભાગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

1 / 5
તેલંગાણામાં વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ હિન્દુ મંદિર નિર્માણાધીન છે. મંદિરનું નિર્માણ સિદ્ધિપેટના બુરુગુપલ્લી ખાતે ચારવિથા મીડોઝ સમુદાયના દરવાજાવાળા વિલાની અંદર કરવામાં આવી રહ્યું છે. કુલ 3,800 ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલા આ મંદિરમાં મુખ્યત્વે ત્રણ ભાગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિરનું નિર્માણ સ્થાનિક ઈન્ફ્રાટેક કંપની અપ્સુજા ઈન્ફ્રાટેક દ્વારા થઈ રહ્યું છે.

2 / 5
Apsuja Infratech 3D પ્રિન્ટેડ બાંધકામ માટે Simplyforge Creations સાથે જોડાણ કર્યું છે. અપ્સુજા ઈન્ફ્રાટેકના એમડી હરિ કૃષ્ણ જીદિપલ્લીએ જણાવ્યું કે, મંદિરમાં ત્રણ ગર્ભગૃહ બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ મોદક આકારનું ગર્ભગૃહ ભગવાન ગણેશને સમર્પિત છે. જ્યારે બીજું ગર્ભગૃહ ચોરસ આકારનું બનેલું છે, જે ભગવાન શિવને સમર્પિત છે, જ્યારે ત્રીજું ગર્ભગૃહ કમળના ફૂલના આકારમાં બનેલું છે, જે માતા પાર્વતીને સમર્પિત છે.

3 / 5
યોગાનુયોગ, સિમ્પલિફોર્જ ક્રિએશન્સે માર્ચ મહિનાની શરૂઆતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના સહયોગથી બે કલાકથી ઓછા સમયમાં ભારતનો પ્રથમ પ્રોટોટાઇપ બ્રિજ બનાવ્યો હતો. સિપ્લીફોર્જ ક્રિએશનના સીઈઓ ધ્રુવ ગાંધીએ જણાવ્યું કે આ મંદિરના નિર્માણમાં પણ આ પુલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

4 / 5
આ બ્રિજની કોન્સેપ્ટ અને ડિઝાઇન પ્રોફેસર કેવીએલ સુબ્રમણ્યમ અને તેમના સિવિલ એન્જિનિયરિંગ ગ્રુપના IIT હૈદરાબાદના સંશોધકો દ્વારા કરવામાં આવી હતી.આ પુલ મંદિરની અંદર પદયાત્રીઓના ઉપયોગ માટે સ્થાપિત કરવામાં આવ્યો છે, તેને મંદિરના બગીચાના વિસ્તારમાં ઉપયોગ માટે કાર્યરત કરવામાં આવ્યો છે જેના પર પદયાત્રીઓ અવરજવર કરે છે.

5 / 5
ધ્રુવે એ પણ ખુલાસો કર્યો કે ટીમ હવે દેવી પાર્વતીને સમર્પિત કમળના આકારના મંદિર પર કામ કરી રહી છે. ગાંધીએ કહ્યું કે, ગુંબજને મોદક જેવો બનાવવો એ બહુ સરળ નહોતું, છતાં ટીમે 10 દિવસમાં માત્ર 6 કલાકમાં કામ પૂરું કર્યું. (ઇનપુટ ક્રેડિટ- સોશિયલ મીડિયા)

Next Photo Gallery