ભોલેનાથની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ બનીને તૈયાર, ભવ્ય લોકાર્પણ કાર્યક્રમની તૈયારી શરુ

|

Oct 14, 2022 | 5:39 PM

World largest shiva statue : હાલમાં જ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભવ્ય મહાકાલ લોકનું લોકાર્પણ કરવામાં આવ્યુ. હવે દેશમાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા બનીને તૈયાર છે. ચાલો જાણીએ તેની ખાસિયત.

1 / 5
ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના નાથદ્વારામાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા બનીને તૈયાર છે. આ પ્રતિમા 369 ફીટ ઊંચી છે. આટલી ઊંચી પ્રતિમા બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો છે. શરુઆતમાં આ પ્રતિમા 251 ફીટ ઊંચી બનાવવાનો જ વિચાર હતો. 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર વચ્ચે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેના માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

2 / 5
369 ફીટ ઊંચી આ પ્રતિમામાંની અંદર 4 લિફટ અને 3 સીડીની સુવિધા છે. ભક્તો માટે આ પ્રતિમામાં હોલ પણ બનાવવામાં આવ્યો છે. આ પ્રતિમા 2500 વર્ષો સુધી ટકી રહે તે પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યુ છે. 250 કિમીની ઝડપથી ચાલતી હવામાં પણ આ પ્રતિમા ટકી રહેશે.

3 / 5

 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર વચ્ચે લોકાર્પણ કાર્યક્રમ દરમિયાના જગવિખ્યાત કથાકાર મોરારી બાપુની 9 દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 50-60 હજાર ભક્તો હાજર રહેશે. તેના માટે દોઢ લાખ સ્કવેર ફીટનો કથા મંડપ બનાવાવમાં આવી રહ્યો છે. આ પ્રતિમાના નિર્માણ સમયે પણ મોરારી બાપુ એ સ્થળની મુલાકાત લીધી હતી.

4 / 5
આ પ્રતિમા વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં 25 ફીટ ઊંચી અને 37 ફીટ લાંબી નંદીની પ્રતિમા પણ બનીને તૈયાર છે. આ પ્રતિમાનું વજન 3 હજાર ટન છે. તેમાં 2600 ટન સ્ટીલ અને લોખંડનો ઉપયોગ થયો છે. શિવનો ચહેરો 70 ફીટ ઊંચો છે.

5 / 5

51 વીઘા જમીનમાં બનેલી આ પ્રતિમા 20 કિલોમીટર દૂરથી પણ દેખાય છે. રાતના સમયે આ જગ્યા એ ખાસ રોશની કરાવામાં આવશે. આ પ્રતિમા બનવાની શરુઆત ઓગસ્ટ 2012માં થઈ હતી. આ પ્રતિમા પાસે 2 તળાવ, ફૂડ કોર્ટ અને હર્બલ ગાર્ડન પણ બનાવવામાં આવ્યા છે.

Next Photo Gallery