સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ છે. કળા, ભાષા, બોલી, ભોજનશૈલી, સભ્યતા, સમાજ, પહેરવેશ, ધાર્મિક માન્યતાઓ, ઉત્સવો, સ્વતંત્રતા માટેની ચળવળો, વગેરે તેના અમૂર્ત એટલે કે ઇનટેંજીબલ પ્રકાર છે. જ્યારે મૂર્ત વારસા એટલે કે ટેંજીબલ પ્રકારમાં મંદિરો, મસ્જિદો, દેરાસરો, માર્ગો, મહેલો, વાવો, દરવાજાઓ, કિલ્લાઓ, સ્મારકો, વગેરેનો સમાવેશ થાય છે.