આમળા- સુપરફૂડની યાદીમાં આમળા ટોપ પર આવે છે. આમળા ખાવાથી શરીરને વિટામિન સી મળે છે. આમળાને મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી કહેવાય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. વિટામિન સી, વિટામિન એ, બી, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન, આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર આમળા પેટ, આંખો, ત્વચા અને વાળ માટે વરદાન છે.