નવરાત્રીમાં કલાત્મક આરતીની થાળી બનાવી આત્મનિર્ભર બનતી મહિલાઓ
નવરાત્રી નવદુર્ગાની ઉપાસના નો તહેવાર, ભક્તિનો તહેવાર. નવ દિવસ ચાલનાર આ પર્વમાં લોકો શક્તિની ઉપાસના પણ કરે છે. સાથે સાથે ગરબે રમીને નવરાત્રીને મન ભરીને માણે છે.
1 / 6
નવરાત્રીમાં જેટલું મહત્વ માતાજીની ભક્તિનું છે તેટલું જ મહત્વ ગરબા રમવાનું પણ છે. ગરબા અનેક વિવિધ પ્રકારે રમાય છે. ગરબા રમવા માટે સ્ત્રીઓ પુરુષો અને બાળકો દરેક વર્ગ અને જ્ઞાતિના લોકો સુંદર મજાના ટ્રેડિશનલ અને ડિઝાઇનર કપડા પહેરે છે.
2 / 6
આજે પણ નવરાત્રીમાં માતાજીની પરંપરાગત રીતે આરતી કરવામાં આવે છે. આ આરતીમાં સુંદર મજાની થાળી તૈયાર કરવામાં આવે છે. આ થાળીને રંગબેરંગી અને ખૂબ જ કલાત્મક બનાવવામાં આવે છે.
3 / 6
નવરાત્રીમાં માતાજી માટે ની આરતી ની થાળી અનેક રીતે અને વિવિધ પ્રકારની વસ્તુઓથી બનાવી શકાય છે. જેમ કે વિવિધ પ્રકારના ફૂલોથી, ઘરમાં રહેલ ચોખા, સાબુદાણા કે કઠોળથી પણ આરતી ની થાળી બનાવી શકાય છે. અહીં આપણે આજે એક અલગ જ પ્રકારની ડેકોરેટિવ થાળીની વાત કરીશું.
4 / 6
આ ડેકોરેટિવ આરતી ની થાળી વિવિધ વસ્તુઓથી બનાવવામાં આવે છે. જેમ કે વુડન શીટ, મેટલના કે માટીના દીવા, કલરફુલ મટીરીયલ, કલર, કોડીયા જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.
5 / 6
માતાજીની આરતીની કલાત્મક થાળી બનાવી એ એક પ્રકારનું ગૃહ ઉદ્યોગ પણ છે. બ્રિન્દા અને પૂર્વ બે બહેનોએ નવરાત્રી ના બે મહિના પહેલા જ આ પ્રકારની આરતી ની થાળી બનાવવાનું શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે વિવિધ પ્રકારનું રો મટીરીયલ લાવીને ઘરે જ કલાત્મક આરતી ની થાળીઓ બનાવી વહેંચી શકાય છે.
6 / 6
આ સુંદર અને કલાત્મક આરતી ની થાળી બજારમાં આશરે 300 થી લઈ અને 1200 રૂપિયા સુધી વેચાય છે. આરતી ની થાળી બનાવવામાં જે જે મટીરીયલ નો ઉપયોગ થાય છે. તે પ્રમાણે તેનો ભાવ નક્કી થાય છે. (With Input, Manish Trivedi )