આ મહિલાએ ધાબા પર બનાવી દીધો ફ્લાવર શો, વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી બનાવ્યુ રંગબેરંગી ફુલોનું ગાર્ડન

|

Jan 05, 2024 | 7:54 AM

હાલ ગુજરાતના અમદાવાદમાં ફ્લાવર શૉ ચાલી રહ્યો છે અને SOU ખાતે પણ કરોડો રૂપિયા ખર્ચ કરી વિદેશી ફ્લાવર મગાવી ફ્લાવર ઓફ વેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે રાજપીપળાના મહાવિદ્યાલ રોડ પર રહેતા ભાવનાબેન પટેલે તો પોતાના ઘર પર જ ફ્લાવર શો બનાવી દીધો છે.

1 / 6

2 / 6
રાજપીપળાના ભાવનાબેને નથી કોઈ ફાર્મિંગનો અભ્યાસ કર્યો, કે નથી કોઈ તાલીમ લીધી, પણ ફૂલ છોડ ઉગાડવાનો શોખથી ધાબા પર નાના રોપા બનાવતા ગયા અને છોડ મોટા કરતા ગયા.હવે તેમના ઘરના ધાબા પર સૌ કોઇને ગમે તેવા અનોખા ફ્લાવર જોવા મળે છે.

3 / 6
ભાવનાબેન રંગબેરંગી ફૂલોથી લઈને શાકભાજી પણ ધાબા પર ઉગાડે છે. ના કોઈ કલમી છોડ, કે ના કોઈ રાસાયણિક ખાતર,પાંદડા અને થડમાંથી રોપો બનાવી ઘરની વેસ્ટ વસ્તુમાં માટી ભરી આખું ગાર્ડન બનાવ્યું છે.

4 / 6
ઘરમાં તેલનો ડબ્બો ખાલી થાય કે કેન, પાણીના બોટલ હોય કે કોલ્ડ્રિંગ્સના બોટલ, ઘરના કુકર તપેલા જે ખરાબ થયા તમામ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને તેમાં માટી ભરીને તેમાં છોડ રોપીને વિશાળ ગાર્ડન બનાવ્યા છે.

5 / 6
ભાવનાબેન તેની માવજત કરતા નિયમિત પાણી આપતા અને જે ફૂલ સુકાઈ ગયા હોય એને જ માટી સાથે મિક્સ કરીને ખાતર પણ જાતે બનાવે છે.તેમણે ઓર્ગેનિક ફૂલવાડી બનાવી છે.તેમના ઘરના ધાબા પર એક ફ્લાવર શો યોજ્યો હોય એવુ રમણીય તેમનું ગાર્ડન લાગી રહ્યું છે.

6 / 6
ભાવનાબેન પટેલના ફ્લાવર શોને જોવા મોટી સંખ્યામાં સગા સબંધીઓ આવતા રહે છે. જરૂર પડે તો સલાહ લે છે અને કલમો તૈયાર કરેલી હોય તો તે મફતમાં આપે છે.( વીથ ઇનપુટ-વિશાલ પાઠક)

Published On - 2:33 pm, Thu, 4 January 24

Next Photo Gallery