બર્લિનમાં બની રહ્યું છે એટલું મોટુ વિશાળકાય થર્મસ કે સાઈઝ સાંભળીને તમે બોલી ઉઠશો OMG !

|

Jul 17, 2022 | 3:45 PM

તે એટલું વિશાળ થર્મોસ છે કે તે 56 મિલિયન લિટર પાણીને સમાવી શકે છે. 150 ફૂટ ઊંચા જાયન્ટ થર્મોસનું બાંધકામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. જાણો શા માટે બનાવવામાં આવી રહ્યું છે અને લોકોને તેનો કેવી રીતે ફાયદો થશે.

1 / 5
મ્યુઝિયમ અને કલા માટે પ્રખ્યાત જર્મની (Germany)નું બર્લિન ટૂંક સમયમાં તેના વિશાળ થર્મોસ  (Huge Thermos)માટે પણ જાણીતું બનશે. તે બર્લિનમાં સ્પ્રી નદીના કિનારે બનાવવામાં આવી રહ્યું છે. તે એટલું વિશાળ થર્મોસ છે કે તે 56 મિલિયન લિટર પાણીને સમાવી શકે છે. 150 ફૂટ ઊંચા જાયન્ટ થર્મોસનું બાંધકામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. તેનાથી મોટી સંખ્યામાં લોકોને રાહત મળશે. જાણો શા માટે બનાવવામાં આવી રહ્યું છે અને લોકોને તેનો કેવી રીતે ફાયદો થશે.

2 / 5
આ વિશાળ થર્મોસ તૈયાર કરવાનું કામ વોટનફોલ કંપની કરી રહી છે. આ થર્મોસથી શું ફાયદો થશે તેના પર કંપનીનું કહેવું છે કે, તેનો ઉપયોગ પાણીને ગરમ રાખવા માટે કરવામાં આવશે. તે ઇન્સ્યુલેટેડ થર્મોસ છે જે લગભગ 13 કલાક માટે ગરમ પાણી પૂરું પાડશે. શિયાળાના દિવસોમાં તે લોકોને ઘણી હદે રાહત આપશે.

3 / 5
એપીના અહેવાલ મુજબ, તેને અનેક ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. પહેલા શિયાળામાં લોકોને ગરમ પાણી પુરું પાડી શકાય. બીજું, જો શિયાળામાં યુક્રેન પરના હુમલાને કારણે રશિયાએ યુરોપને ગેસનો પુરવઠો બંધ કરી દીધો તો પણ અહીંના લોકો તેમના ઘરોમાં ગરમ ​​પાણી પહોંચાડી શકાશે. તેને વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

4 / 5
બર્લિનના કેટલા લોકો સુધી આ ગરમ પાણી પહોંચશે, ચાલો હવે સમજીએ. અહેવાલ મુજબ, સમગ્ર બર્લિન માટે જરૂરી ગરમ પાણીની માત્રાના 10 ટકા સુધી તેની સહાયથી સપ્લાય કરવામાં સક્ષમ હશે. પાણીને ગરમ કરવા માટે સૌર અને પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. આ રીતે, આ વિશાળ પાણીને ગરમ કરવા માટે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે.

5 / 5
આ વિશાળ થર્મોસને તૈયાર કરવામાં લગભગ 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જર્મનીની ભૌગોલિક સ્થિતિ એવી છે કે આ દેશ ઇંધણ માટે મોટાભાગે રશિયા પર નિર્ભર છે. આ નિર્ભરતા ઘટાડવા માટે જર્મનીએ આ પગલું ભર્યું છે.

Next Photo Gallery