
વૈજ્ઞાનિકોએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આવા અવાજમાં વ્યક્તિ કેવી રીતે સૂઈ જાય છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, બાળપણમાં બાળકને સુવડાવતી વખતે માતા-પિતા પણ વિવિધ પ્રકારના અવાજો કરે છે અને બાળક સૂઈ જાય છે. જો કે, આવું શા માટે થાય છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લાંબા પ્રવાસ દરમિયાન ઊંઘ આવવી સામાન્ય બાબત છે. જો કોઈ 10થી 15 મિનિટની પ્રવાસમાં પણ ઊંઘી જાય છે. તો તેને 'સોપાઈટ સિન્ડ્રોમ' થવાનું જોખમ રહેલું છે. આ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. જેમાં ઘણીવાર વ્યક્તિ થાક અનુભવે છે.