Chahal Divorce News: યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ કોણ છે ? હવે સામે આવ્યું નામ, નેટીઝન્સે કર્યો દાવો
ગઈકાલ રાતથી સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સ્ટાર ખેલાડી યુઝવેન્દ્ર ચહલ એક રહસ્યમય છોકરી સાથે જોવા મળી રહ્યો છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ રહસ્યમય છોકરી કોણ છે? સોશિયલ મીડિયા પર નેટીઝન્સ દાવા કરી રહ્યા છે અને આ છોકરીનું નામ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
1 / 6
સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ભલે હાલમાં ટીમની બહાર હોય, પરંતુ તેમનું અંગત જીવન તેમને સમાચારોમાં છે. હાર્દિક પંડ્યા પછી, હવે યુઝવેન્દ્રના તેની પત્નીથી અલગ થવાની ચર્ચા એ જોર પકડ્યું છે. આ ચર્ચાઓ ત્યારે થઈ જ્યારે બંનેએ એકબીજાના ફોટા ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધા. આવી સ્થિતિમાં, પ્રશ્નો ઉભા થવા સ્વાભાવિક હતા . એટલુજ નહીં પણ બંનેએ અલગથી નવું વર્ષ ઉજવ્યું. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને જોયા પછી ઘણા નવા પ્રશ્નો ઉભા થયા છે. તે હતો ચહલનો એક છોકરી સાથેનો ફોટો
2 / 6
સામે આવેલી આ તસવીર જોઈને ધનશ્રીના ચાહકો ગુસ્સે ભરાયા છે. આ તસવીરમાં યુઝવેન્દ્ર ચહલ એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં, છોકરી કાળા સ્વેટશર્ટ અને કાળા ડેનિમમાં યુઝવેન્દ્ર ચહલની પાછળ ચાલતી જોવા મળે છે. છોકરીએ પોતાનો હાથ તેના ચહેરા પર રાખ્યો છે, જેના કારણે તેનો ચહેરો સંપૂર્ણપણે દેખાતો નથી. તે બંને એક હોટલની લોબીમાં જોવા મળે છે અને સાથે પ્રવેશતા જોઈ શકાય છે.
3 / 6
આ તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ અને તેને જોયા પછી, લોકો હવે પૂછી રહ્યા છે કે આ છોકરી કોણ છે અને યુઝવેન્દ્ર તેની સાથે શું કરી રહ્યો છે? ત્યારે હવે નેટીઝન્સે આ છોકરીને ઓળખી લીધી છે તે તસવીરમાં દેખાતી છોકરી બીજું કોઈ નહીં પણ લોકપ્રિય RJ મહવિશ છે.
4 / 6
આ તસવીર જોયા પછી, એક ઇન્સ્ટાગ્રામ યુઝરે ઝડપથી લખ્યું, 'આ RJ મહવિશ છે.' જ્યારે બીજા એક વ્યક્તિએ નીચે ટિપ્પણી કરી, " RJ મહવિશ અને તે બંને જુહુની એક હોટલમાં છે.'
5 / 6
ક્રિસમસના અવસર પર, RJ મહવિશ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે જેમાં તે યુઝવેન્દ્ર ચહલ અને અન્ય ઘણા છોકરાઓ સાથે લંચ કરતી જોઈ શકાય છે. આ છોકરાઓ સોફા પર એક બાજુ બેઠેલા જોવા મળે છે. બીજી બાજુ, યુઝવેન્દ્ર અને આરજે માહવિશ બેઠા છે. RJ મહવિશ લાલ સ્વેટર પહેર્યું છે અને યુજી તેની પાછળ કાળા જેકેટમાં દેખાય છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે RJ મહવિશ લખ્યું, 'પરિવાર સાથે ક્રિસમસ લંચ.'
6 / 6
RJ મહવિશ ખૂબ જ સુંદર અને ક્યૂટ છે. તે ખૂબ જ લોકપ્રિય અને જાણીતા રેડિયો જોકી છે. સોશિયલ મીડિયા પર તેમના ચાહકોની કોઈ કમી નથી અને તેમના 1.4 મિલિયન ફોલોઅર્સ છે. એટલું જ નહીં, મહવિશ અભિનય પણ કરે છે અને 'સેક્શન 108' નામની ફિલ્મનું નિર્માણ પણ કરી ચૂકી છે.
Published On - 11:13 am, Thu, 9 January 25