અરજદારોએ પહેલા જણાવવું પડશે કે તેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આ ત્રણ દેશોના બિન-મુસ્લિમ શરણાર્થી છે.કારણ કે CAA દ્વારા આ 3 દેશના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ માટે પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, જમીન સંબંધિત દસ્તાવેજો બતાવવાના રહેશે.