
આમ કરવાથી અશોક ચક્ર ઉપરની તરફ આવે છે. આ રીતે તિરંગાને ફોલ્ડ કરવો જોઈએ.જેથી તેના નિયમો સાથે તેનું સન્માન જળવાઇ રહે.

દરેક વ્યક્તિએ તિરંગાનું સન્માન કરવું જોઈએ. જો ત્રિરંગો ફાટી જાય તો તેની યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે.તિરંગો ફાટી જાય તો તેને લાકડાના બોક્સમાં પેક કરી દેવામાં આવે છે. આ પછી તિરંગાને દફનાવી શકાય અથવા તેને અગ્નિવિધી કરવી જોઈએ.

તિરંગાને દફનાવી દેવો જોઇએ. આ કામગીરી ખૂબ જ શાંત જગ્યાએ થવી જોઈએ. ઉપરાંત દફનવિધિ અથવા અગ્નિવિધિ કર્યા પછી મૌન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ડસ્ટબીન કે અન્ય કોઈ જગ્યાએ ફેંકવો જોઈએ નહીં.
Published On - 1:47 pm, Fri, 26 January 24