
હાલમાં કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે. જેમાં ભારતના ખેલાડીઓ પણ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી રહ્યા છે. ચાલો જાણીએ કોમનવેલ્થ ગેમ્સમાં મળતા મેડલની સાઈઝ, વજન બીજી અનેક બાબતો વિશે.

કોમનવેલ્થ ગેમ્સમાં આપવામાં આવતા મેડલ અંબર એલિસ, ફ્રાન્સેસ્કા વિલ્કોક્સ અને કેટરિના રોડ્રિગ્સ કેઇરો નામના વિધાર્થીઓએ ડિઝાઈન કર્યા છે. તેમણે તેના માટેના રિબિન અને બોક્સ પણ ડિઝાઈન કર્યા છે.

એવું નથી હોતુ કે ગોલ્ડ મેડલ સોનાના બનેલા હોય છે તેમને બનાવવા માટે 1.45 ટકા ગોલ્ડ, 6 ટકા બ્રોન્ઝ અને 92.5 ટકા સિલ્વરનો ઉપયોગ કરવામાં આવે છે. સિલ્વર મેડલ સંપૂર્ણ ચાંદીમાંથી બનાવવામાં આવે છે. તેમના રંગ તેમના નામ પ્રમાણેના જ હોય છે.

આ કોમનવેલ્થ ગેમ્સમાં 1875 મેડલ બન્યા છે, જે 283 ઈવેન્ટમાં આપવામાં આવશે.

ગોલ્ડ મેડલનું વજન 150 ગ્રામ, સિલ્વર મેડલનું વજન પણ 150 ગ્રામ, જ્યારે બ્રોન્ઝ મેડલનું વજન 130 ગ્રામ છે. આ મેડલનો વ્યાસ 63 મીમી હોય છે.
Published On - 11:57 pm, Tue, 2 August 22