Gujarati News Photo gallery | Wearing colorful underwear, sometimes throwing furniture out the window to welcome the new year, see also this strange tradition
ક્યાંક રંગબેરંગી અન્ડરવેર પહેરીને તો ક્યારેક બારીમાંથી ફર્નિચર ફેંકીને થાય છે નવા વર્ષનું સ્વાગત, જુઓ આ વિચિત્ર પરંપરાઓ વિશે
વિશ્વના મોટાભાગના દેશોમાં નવા વર્ષને સુખ અને સમૃદ્ધિનું વર્ષ માનવામાં આવે છે. નવા વર્ષને આવકારવા માટે વિશ્વના ઘણા દેશોમાં અનોખા પ્રકારની માન્યતાઓ છે. જાણો કેટલાક એવા દેશો જ્યાં નવા વર્ષનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવે છે.
1 / 6
વિશ્વના મોટાભાગના દેશોમાં નવા વર્ષને સુખ અને સમૃદ્ધિનું વર્ષ માનવામાં આવે છે. નવા વર્ષને આવકારવા માટે વિશ્વના ઘણા દેશોમાં અનોખા પ્રકારની માન્યતાઓ છે. લોકોનું માનવું છે કે, આ માન્યતાઓ અને પરંપરાઓનું પાલન કરવાથી નવા વર્ષમાં ખુશીઓ આવે છે. જાણો દુનિયાના કેટલાક એવા દેશો, જ્યાં નવા વર્ષની ઉજવણી સાથે જોડાયેલી માન્યતાઓ ચોંકાવનારી છે.
2 / 6
ડેન્માર્કઃ અહીં નવા વર્ષની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. અહીંના લોકો આખા વર્ષ દરમિયાન બિનઉપયોગી પ્લેટો એકઠી કરે છે. પછી નવા વર્ષ નિમિત્તે તેઓ મહેમાનો અને પરિવારના સભ્યોની સામે તોડી નાખે છે. એવું માનવામાં આવે છે કે નવા વર્ષ પર આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. (PS: ActiveTimes)
3 / 6
જાપાનઃ અહીં નવા વર્ષની ઉજવણી સાવ અલગ રીતે શરૂ થાય છે. જાપાનમાં નવા વર્ષની રાત્રે 108 વખત શેરીઓમાં ઘંટ વગાડવામાં આવે છે. આ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી મનુષ્યના પાપો દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. નવા વર્ષની દ્રષ્ટિએ આ પરંપરા ખૂબ જ શુભ માનવામાં આવે છે. (PS: Mykyoto)
4 / 6
ઈટલીઃ ઈટલીનો રિવાજ પણ એકદમ અનોખો છે. અહીં નવા વર્ષ પર લોકો ઘરની જૂની વસ્તુઓ અને ફર્નિચર તેમની બારીઓમાંથી ફેંકી દે છે. અહીંના લોકોનું માનવું છે કે આવું કરવાથી નવા વર્ષની શરૂઆત સારી થાય છે. એટલા માટે અહીં લોકો ધાબળાથી લઈને ગાદલા સુધી ફેંકી દે છે. (PS: Medium)
5 / 6
દક્ષિણ અમેરિકા: બ્રાઝિલ, બોલિવિયા અને મેક્સિકો જેવા દેશોમાં નવા વર્ષની ઉજવણીની શૈલી એકદમ અનોખી છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિના રંગબેરંગી અન્ડરવેર તેના માટે નવું વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે. આ દેશોમાં નવા વર્ષની ઉજવણી પહેલા જ રંગો પસંદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈને પ્રેમ જોઈએ છે તો તે લાલ અન્ડરવેર પહેરે છે અને જો તેને પૈસા જોઈએ છે, તો તે પીળા અન્ડરવેર પહેરે છે. શાંત જીવન માટે સફેદ અન્ડરવેર પસંદ કરવામાં આવે છે. (PS: Threadcurve)
6 / 6
આર્જેન્ટિનામાં નવા વર્ષની ઉજવણીનો રિવાજ પણ કંઈક અંશે ઈટલી જેવો જ છે. ઈટલીમાં લોકો ઘરની વસ્તુઓને બારીમાંથી ફેંકી દે છે જ્યારે આર્જેન્ટીનામાં લોકો પોતાના ઘરમાં રાખેલા જૂના દસ્તાવેજો અને કાગળો ફેંકી દે છે. લોકોમાં એવી માન્યતા છે કે પાછલી બધી બાબતોને પાછળ છોડીને આપણે નવા વર્ષની ઉજવણી કરવા તૈયાર છીએ અને આમ કરવાથી ખુશીઓ મળે છે. (PS: Whiztimes)