Upcoming IPO: પૈસા તૈયાર રાખજો ! આવી ગયો 698 કરોડ રૂપિયાનો IPO, જાણો ક્યારે લગાવી શકશો પૈસા
Laxmi Dental IPO : લક્ષ્મી ડેન્ટલ IPO ની પ્રાઇસ બેન્ડ 407 રૂપિયાથી 428 રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવી છે. તેનો લોટ સાઈઝ 33 શેરનો છે. રિટેલ રોકાણકારોએ એક લોટ માટે ઓછામાં ઓછા 14,124 રૂપિયાની બોલી લગાવવી પડશે.
1 / 5
આ અઠવાડિયે એક જ IPO આવી રહ્યો છે. જે છે ડેન્ટલ પ્રોડક્ટ્સ કંપની લક્ષ્મી ડેન્ટલનો IPO. લક્ષ્મી ડેન્ટલનો આ IPO રૂ.698 કરોડનો પબ્લિક ઇશ્યૂ 13 જાન્યુઆરીએ ખુલી રહ્યો છે.
2 / 5
કંપની રૂ. 428 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે 73.4 લાખ ઇક્વિટી શેરની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે," લક્ષ્મી ડેન્ટલે એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું.
3 / 5
તમે IPO માં પ્રતિ શેર 407-428 રૂપિયાના ભાવે રોકાણ કરી શકો છો. લોટનું કદ 33 શેર છે. આ ઇશ્યૂ 15 જાન્યુઆરીના રોજ બંધ થશે. IPOમાં 138 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે.
4 / 5
લક્ષ્મી ડેન્ટલ કસ્ટમ-મેડ ક્રાઉન, બ્રિજ અને બ્રાન્ડેડ ડેન્ટલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીના પ્રમોટર્સ રાજેશ વ્રજલાલ ખાખર, રાજેશ વ્રજલાલ ખાખર, સમીર કમલેશ મર્ચન્ટ અને ધર્મેશ ભૂપેન્દ્ર દત્તાણી છે. કંપની IPOમાં નવા શેર જાહેર કરીને એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ દેવાની ચુકવણી, નવી મશીનરી ખરીદવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
5 / 5
નાણાકીય વર્ષ 2023-24માં કંપનીની આવક રૂ. 195.26 કરોડ હતી. આ દરમિયાન, ચોખ્ખો નફો રૂ. 25.23 કરોડ નોંધાયો હતો. એપ્રિલ-સપ્ટેમ્બર 2024 ના સમયગાળામાં આવક રૂ. 117.9 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 22.74 કરોડ રહ્યો.