હરણી હોનારતે ભૂતકાળની દુર્ઘટનાઓની અપાવી યાદ, છેલ્લા કેટલાક વર્ષોમાં પાણીમાં ડૂબવાથી અનેક લોકોના થયા હતા મોત

|

Jan 18, 2024 | 7:23 PM

આજે 18 જાન્યુઆરી 2024ના દિવસે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી.આ બોટમાં 25થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. બોટ પટલી જતા ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોતના સમાચાર સામે આવ્યા. આ હોનારતને કારણે ભૂતકાળમાં આવી જ બનેલી ઘટનાની યાદ લોકોને આવી રહી છે.

1 / 5
30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો બ્રિજે તૂટતા અનેક લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાં 135 લોકોના મોત થયા હતા.

2 / 5
વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટીંગની શરૂઆત કરાઈ હતી. તે વખતે 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 17 પરિવારના 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

3 / 5
30 મે 2022ના રોજ ઘણી ગોઝારી ઘટનાઓ બની હતી. 24 કલાકની અંદર પાણીમાં દૂબવાની 3 ઘટનાઓમાં 13 લોકોના મોત થયા હતા.  સુરતના સુંવાલીમાં 5 લોકો, ભાવનગરમાં 1 પરિવારના 4 સભ્યો અને નર્મદાના માંડણ ગામે કરજણ નદીમાં પાંચ લોકો ડૂબ્યા હતા.

4 / 5
માર્ચ 2020માં ઉકાઈ ડેમમાં પિકનિક માટે આવેલા પરિવારના 7 લોકો પાણીમાં ડૂબ્યા હતા.

5 / 5
 જાન્યુઆરી 2022માં સુરતના માંડવી તાલુકામાં માછીમારોની બોટ પલટી જતા 7 લોકો ડૂબ્યા હતા. જેમાંથી 2 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા.

Published On - 7:20 pm, Thu, 18 January 24

Next Photo Gallery