Vadodara : ઇજનેર યુવકે છત પર એક્વાપોનિક્સ પદ્ધતિથી શરૂ કરી ખેતી

|

May 22, 2023 | 6:10 PM

વડોદરામાં ઇજનેરે પોતાના ઘરે માછલી દ્વારા ઉત્સર્જિત થતાં કચરાનો ઉપયોગ કરી ઇમારતની છત ઉપર નાનકડી વાડી બનાવી શાકભાજીનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું છે. પરંપરાગત કૃષિ પદ્ધતિના વિકલ્પ તરીકે એક્વાપોનિક્સ પદ્ધતિ તેમના માટે ખૂબ લાભદાઈ નીવડી છે.

1 / 8
શશાંક ચૌબેએ એક્વાપોનિક્સથી પોતાના ઘરે ટમેટા, કાકડી, દૂધી અને પાનાવાળા શાકભાજીની ખેતી શરૂ કરી છે. માટી વિના થતી આ ખેતીમાં માછલી દ્વારા ઉત્સર્જિત કચરાથી છોડને પાણી સાથે પોષણ આપી ઉછેરવામાં આવે છે.

2 / 8
વડોદરા શહેરના એક ઇજનેરે માટી વિના થતી વિશેષ પ્રકારની કૃષિ પદ્ધતિ વિકસાવી છે. માછલી દ્વારા ઉત્સર્જિત કચરાનો ઉપયોગ કરી તેમણે એક ઇમારતની છત ઉપર નાનકડી વાડી બનાવી શાકભાજીનું ઉત્પાદન લેવાનું શરૂ કર્યું છે.

3 / 8
એક્વાપોનિક્સમાં માછલી અને અન્ય જળચર જીવો દ્વારા ઉત્સર્જિત વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને હાઇડ્રોપોનિક્સમાં પાણીમાં રહેલા વિવિધ ખનિજતત્વોથી છોડને પોષણ આપવામાં આવે છે.

4 / 8
પશ્ચિમી દેશોમાં શહેરી ખેતી તરીકે આ પદ્ધતિ ખૂબ પ્રચલિત છે. તેનો પ્રયોગ વડોદરા શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયર શશાંક ચૌબેએ પોતાના ઘરની છત ઉપર કર્યો છે. આ પ્રકારની ખેતી માટે છતની 700 ચોરસ મીટર જગ્યા રોકાઇ છે.

5 / 8
પથ્થર, કપચી, ચિનાઇ માટીના કટકાને છોડના મૂળ બંધારણ માટે રાખવામાં આવે છે. એક છોડને કુદરતી રીતે ઉછેરવા માટે નદી કિનારે જે પ્રાકૃતિક બંધારણ હોય તેવું બંધારણ આ નાના કુંડામાં ઉભું કરવામાં આવે છે.

6 / 8
રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગ વિભાગ પાસેથી માહિતી  મેળવી બે પ્રકારની માછલી જે પ્રમાણમાં વધુ કચરાનું ઉત્સર્જન કરે છે. તેવી માછલી પસંદ કરવામાં આવી છે.  આ માછલીઓને એક ટેંકમાં રાખવામાં આવે છે અને તેમાંથી તેના વેસ્ટને અલગ કરવામાં આવે છે. જે બાદમાં છોડના પોષકતત્વ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

7 / 8
ઇજનેરે પોતાની ઇમારતની છત ઉપર એક લાઇનમાં 30 કુંડા ધરાવતી 18 લાઇનોમાં ખેતી શરૂ કરી છે. જેમાં કાકડી, દૂધી, ટમેટા, આયુર્વેદિક દવાના છોડ ઉપરાંત પાનવાળા શાકભાજીનો ઉછેર શરૂ કર્યો છે. મહત્વનું છે કે આ પદ્ધતિ સંપૂર્ણ પણે ઓર્ગેનિક હોવાથી તેમાં જંતુનાશકોનો ઉપયોગ કરવો પડતો નથી. તેનાથી ઉત્પાદિત શાકભાજી ખૂબ સ્વાદિષ્ટ હોય છે.

8 / 8
શહેરોમાં આ પ્રકારની ખેતી સરળતાથી કરી શકાય છે. કારણ કે અઠવાડિયામાં માત્ર 300 લિટર જ પાણીનો ઉપયોગ આ છોડના ઉછેર માટે થાય છે. એ બાબત જોતા એક્વાપોનિક્સ પદ્ધતિથી પાણીની પણ બહુ બચત થાય છે.

Next Photo Gallery