TCS Q3 Results: 1 શેર પર 76 રુપિયાનું ડિવિડન્ડ આપી રહ્યો આ સ્ટોક ! Q3 પરિણામો બાદ નિવેશકોનો ચાંદી-ચાંદી

|

Jan 10, 2025 | 11:23 AM

ચોખ્ખા નફા બાદ કંપની પ્રતિ 1 શેર રૂ. 76 નું ડિવિડન્ડ પણ આપવાની જાહેરાત કરી છે. આ બે મોટી જાહેરાતોની તેની અસર આજે TCSના શેર પર જોવા મળી છે.

1 / 6
ટાટા ગ્રુપની આઇટી કંપની TCS ગઈકાલે બજાર બંધ થયા પછી તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે, કંપનીના ચોખ્ખા નફામાં 12 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. ત્યારે કંપનીએ તેના શેર હોલ્ડરોને મોટી ખુશખબરી આપી છે.

2 / 6
ચોખ્ખા નફા બાદ કંપની પ્રતિ 1 શેર રૂ. 76 નું ડિવિડન્ડ પણ આપવાની જાહેરાત કરી છે. આ બે મોટી જાહેરાતોની તેની અસર આજે TCSના શેર પર જોવા મળી છે. આજે TCS ના શેર 4200 રૂપિયાના સ્તરે ખુલ્યા છે. કંપનીના શેર સવારે 9.32 વાગ્યે 4227.70 ટકાના ઇન્ટ્રા-ડે ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, ગુરુવારના બંધની સરખામણીમાં TCSના શેર 4 ટકાથી વધુ વધવામાં સફળ રહ્યા છે.

3 / 6
ટાટા ગ્રુપની કંપનીએ પ્રતિ શેર રૂ. 76 ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આમાં 66 રૂપિયાનું સ્પેશલ ડિવિડન્ડની સાથે 10 રુપિયાનું બીજુ ડિવિડન્ડ પણ શામેલ છે. કંપની 17 જાન્યુઆરીના રોજ શેરબજારમાં એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે.

4 / 6
ચાલુ નાણાકીય વર્ષ 2024-25 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) નો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 11.95 ટકા વધીને રૂ. 12,380 કરોડ થયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીના કર્મચારીઓની સંખ્યામાં પાંચ હજારથી વધુનો ઘટાડો થયો છે.

5 / 6
પાછલા નાણાકીય વર્ષ (2023-24) ના ત્રીજા ક્વાર્ટરમાં, કંપનીએ રૂ. 11,058 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. તે જ સમયે, જુલાઈ-સપ્ટેમ્બર, 2024 માં કંપનીનો ચોખ્ખો નફો 11,909 કરોડ રૂપિયા હતો.

6 / 6
ત્રિમાસિક ગાળા દરમિયાન ટાટા ગ્રુપ કંપનીની આવક 5.6 ટકા વધીને રૂ. 63,973 કરોડ થઈ છે, જે 2023-24ના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 60,583 કરોડ હતી. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 64,259 કરોડ રૂપિયા હતું. કંપનીના નવા ઓર્ડર બુકિંગ ક્વાર્ટરમાં US$ 10.2 બિલિયન હતા, જે રજાઓની મોસમને કારણે પડકારજનક હોવાનું કહેવાય છે.

Next Photo Gallery