
Suzukiએ પોતાની પ્રથમ ફ્લેક્સ ફ્યુલથી દોડનારી બાઈકGixxer SF 250 લોન્ચ કરી છે. આ બાઈકની કિંમત 2 લાખ 16 હજાર 500 રુપિયા (એક્સ-શોરૂમ) છે. આ બાઈકના સ્ટેન્ડર્ડ વેરિએન્ટની તુલના ફ્લેક્સ ફ્યુલ વાળા મોડલથી 25 હજાર મોંઘી છે.

Gixxer SF 250 Flex Fuel વેરિએન્ટમાં 85 ટકા સુધી ઈથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે કંપનીએ મોડિફાયર ઇન્જેક્ટર, ફ્યુઅલ ફિલ્ટર અને ફ્યુઅલ પંપને અપગ્રેડ કરવામાં આવ્યા છે. એન્જિન વિશે વાત કરીએ તો, Gixxer SF 250નું ફ્લેક્સ ફયુલ મોડલ 9300rpm પર 27bhp પાવર અને 7300rpm પર 23Nm ટૉક જેનરેટ કરશે. આ બાઈક 5 કે 6ની સ્પીડ ગિયરબોક્સની સાથે લોન્ચ કરવામાં છે. આ બાઈકને તમે મેટ બ્લેક અને મેટ રેડ 2 કલર ઓપ્શનમાં ખરીદી શકો છો.