મોટા વરાછાના રીવરપેલેસમાં રહેતા પ્રતિક ભરતભાઈ વઘાસીયાના લગ્નપ્રસંગે ગુરુવારે અનોખો વરઘોડો નીકળ્યો હતો. સાંજે ૫ વાગ્યે વરઘોડો રીવર પેલેસથી નીકળી ઉત્રાણ સ્થિત પાર્ટીપ્લોટ પહોંચ્યો હતો. દરમિયાન ૨ કિલોમીટરનું અંતર કાપી લગ્નપ્રસંગે પહોંચેલા આ વરઘોડામાં ૧૦૦ જેટલી લકઝરીયઝ કારનો કાફલો જોવા મળ્યો હતો. તેમાં ફેરારીથી માંડીને બીએમડબલ્યુ, જેગુઆર, હમર, ઓડી,લેન્ડ ક્રૂઝર, ડિમ્પ્રી સહિત 100 જેટલી મોંઘીદાટ લક્ઝુરિયસ કારના કાફલા સાથે વરઘોડો નીકળ્યો હતો.આ કારના કાફલા વચ્ચે વરરાજાની બળદગાડામાં એન્ટ્રી થઇ હતી.