રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ, 350 ફૂટ લાંબો હાર અયોધ્યા મોકલશે
રાજકોટની માતૃમંદિર કોલેજના વિધાર્થીઓ દ્વારા ભગવાન રામને અનોખી ભેટ મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ અયોધ્યા રામ મંદિર માટે 350 ફૂટ લાંબો ભવ્ય હાર બનાવ્યો છે. આ હાર બનાવવામાં મુખ્યત્વે એલચી અને લવિંગનો ઉપયોગ કરવામાં છે. આ હારનું વજન અંદાજે 200 કિલો કરતાં પણ વધારે છે.
આ હાર બનાવવામાં 70 જેટલા વિદ્યાર્થિઓ જોડાયા હતા. રાત-દિવસની અથાગ મહેનત બાદ 7 દિવસમાં આ હાર તૈયાર કરવામાં આવ્યો છે.
5 / 5
આ હારનું વજન અંદાજે 200 કિલો કરતાં વધારે છે. કોલેજના આચાર્ચ, પ્રધ્યાપકો તેમજ ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓને સપોર્ટ કરીને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.