Gujarati News Photo gallery Stock Market Tata Group Tata Motors Share prices Tata car Tata Power Tata Steel Tata Chemical Tata Share Price
ટાટાની નવી કાર લોન્ચ થયા બાદ આ 6 કંપનીના શેરના ભાવમાં થઈ શકે વધારો, જાણો કંપનીએ અત્યાર સુધીમાં કેટલું આપ્યું રિટર્ન
ટાટા મોટર્સ દ્વારા સમયાંતરે કારના નવા-નવા મોડલ લોન્ચ કરે છે. આ ક્રમમાં આગામી 2024 માં કંપની Tata Curvv, Tata Punch EV, Tata Harrier EV અને Tata Altroz Racer લોન્ચ કરશે. નવી કાર બજારમાં આવે છે ત્યારે કંપનીનું વેચાણ વધતા વધારે નફો કરે છે અને શેરબજારમાં શેરના ભાવમાં વધારો થાય છે.
1 / 6
ટાટા મોટર્સ દ્વારા સમયાંતરે કારના નવા-નવા મોડલ લોન્ચ કરે છે. આ ક્રમમાં આગામી 2024 માં કંપની Tata Curvv, Tata Punch EV, Tata Harrier EV અને Tata Altroz Racer લોન્ચ કરશે. નવી કાર બજારમાં આવે છે ત્યારે કંપનીનું વેચાણ વધતા વધારે નફો કરે છે અને શેરબજારમાં શેરના ભાવમાં વધારો થાય છે. આ ઉપરાંત કાર બનાવવા માટે વપરાતા રો મટીરિયલ પ્રોવાઈડ કરતી કંપનીને પણ ઓર્ડર મળતા તેઓની આવક પણ વધે છે અને શેરના ભાવમાં ઉછાળો આવે છે.
2 / 6
કાર બનાવનારી ટાટા મોટર્સના શેરની વાત કરીએ તો આજે ભાવમાં 4.75 રૂપિયાના વધારા સાથે 710 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા 1 મહિનામાં શેરે 4.23 ટકા, 6 મહિનામાં 24.70 ટકા, 1 વર્ષમાં 80 ટકા અને અત્યાર સુધીમાં કુલ 2137.63 ટકા રિટર્ન આપ્યું છે.
3 / 6
ટાટા મોટર્સની કારમાં બેટરી હોય છે તે કંપની છે અમારા રાજા. તેના શેરના ભાવ આજે 17.25 રૂપિયાના વધારા સાથે 761.05 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા 1 મહિનામાં શેરે 16.94 ટકા, 6 મહિનામાં 19.97 ટકા, 1 વર્ષમાં 17.83 ટકા અને અત્યાર સુધીમાં કુલ 5554.16 ટકા રિટર્ન આપ્યું છે.
4 / 6
કારમાં જે સ્ટીલ વાપરવામાં આવે છે તે ટાટા સ્ટીલના શેરના ભાવ આજે 1.65 રૂપિયાના વધારા સાથે 1311.40 રૂપિયા પર બંધ થયા હતા. છેલ્લા 1 મહિનામાં શેરે 4.20 ટકા, 6 મહિનામાં 18.27 ટકા, 1 વર્ષમાં 22.06 ટકા અને અત્યાર સુધીમાં કુલ 1790.65 ટકા રિટર્ન આપ્યું છે.
5 / 6
ટાટા પાવરના શેરના ભાવ આજે 8.85 રૂપિયાના વધારા સાથે 329 રૂપિયા પર બંધ થયા હતા. છેલ્લા 1 મહિનામાં શેરે 25.52 ટકા, 6 મહિનામાં 48.80 ટકા, 1 વર્ષમાં 57.49 ટકા અને અત્યાર સુધીમાં કુલ 3125.49 ટકા રિટર્ન આપ્યું છે.
6 / 6
ટાટા કેમીકલ્સના શેરના ભાવ આજે 23.40 રૂપિયાના વધારા સાથે 1012 રૂપિયા પર બંધ થયા હતા. છેલ્લા 1 મહિનામાં શેરે 5.37 ટકા, 6 મહિનામાં 0.74 ટકા, 1 વર્ષમાં 7.63 ટકા અને અત્યાર સુધીમાં કુલ 2101.91 ટકા રિટર્ન આપ્યું છે.
Published On - 6:23 pm, Thu, 21 December 23