આ ઘટાડાથી શેરબજારના રોકાણકારોને ભારે નુકસાન થયું છે. માહિતી અનુસાર શુક્રવારે સેન્સેક્સનું માર્કેટ કેપ 4,49,78,130.12 કરોડ રૂપિયા હતું. જે ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટીને રૂ. 4,39,44,926.57 કરોડ પર આવી ગયું હતું. આનો અર્થ એ થયો કે થોડા જ કલાકોમાં રોકાણકારોએ 10,33,203.55 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. જો છેલ્લા બે ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો શેરબજારના રોકાણકારોને રૂ. 11,02,419.14 કરોડનું નુકસાન થયું છે.