Gujarati News Photo gallery Stock Market Rajkot Galaxy Bearing company gave bumper returns to investors 1 lakh became 3 crore rupees
રાજકોટની બેરિંગ કંપનીએ રોકાણકારોને આપ્યું જબરદસ્ત રિટર્ન, 1 લાખના થયા 3.85 કરોડ રૂપિયા
બેરિંગ વિશે તમે સાંભળ્યું હશે અને જોયા પણ હશે. સાઈકલ બનાવવાથી લઈને વિમાન સુધી દરેક જગ્યાએ બેરિંગનો ઉપયોગ થાય છે. આ સાથે જ અન્ય ઘણા સાધનો બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે બેરિંગની બજારમાં હંમેશા માગ રહેશે.
1 / 5
બેરિંગ વિશે તમે સાંભળ્યું હશે અને જોયા પણ હશે. સાઈકલ બનાવવાથી લઈને વિમાન સુધી દરેક જગ્યાએ બેરિંગનો ઉપયોગ થાય છે. આ સાથે જ અન્ય ઘણા સાધનો બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે બેરિંગની બજારમાં હંમેશા માગ રહેશે. ભારતમાં તેનું માર્કેટ અંદાજે 1772 મિલિયન ડોલર છે.
2 / 5
ગેલેક્સી બેરીંગ્સ લિમિટેડને 1990 માં ગેલેક્સી ગ્રુપની પ્રથમ પબ્લિક લિમિટેડ કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. ગેલેક્ષી બેરીંગ્સ લિમિટેડે વર્ષ 1994માં ફીટર રોલર બિયરીંગ્સ અને રોલર બિયરીંગ્સનું નિર્માણ શરૂ કર્યું હતું.
3 / 5
ગેલેક્સી બેરીંગ્સ લિમિટેડના શેરના ભાવ 19 ઓક્ટોબર, 2015 ના રોજ 3.78 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 26455 શેર આવે. આજે એટલે કે, 23 ડિસેમ્બરના રોજ કંપનીના શેરના ભાવ 1457 રૂપિયા છે.
4 / 5
આજના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 26455 શેર X 1457 રૂપિયા = 3,85,44,935. એટલે કે 3.85 કરોડ રૂપિયા બની ગયા હોત. આ રીતે જો કોઈ વ્યક્તિએ વર્ષ 2015 માં 1 લાખ રૂપિયાના રોકાણ દ્વારા ગેલેક્સી બેરીંગ્સ લિમિટેડના શેર ખરીદ્યા હોય તો તે 3.85 કરોડ રૂપિયા બની ગયા હોત.
5 / 5
ગેલેક્સી બેરીંગ્સ લિમિટેડે અત્યાર સુધીમાં કોઈ ડિવિડન્ડ આપ્યું નથી. કંપનીનું માર્કેટ કેપ 463 કરોડ રૂપિયા છે અને દેવું માત્ર 7.79 કરોડ રૂપિયા છે. ગેલેક્સી બેરીંગ્સમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ 55 ટકા છે.
Published On - 5:12 pm, Sat, 23 December 23