30 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટ થયો આ IPO, રેલવેના કવચ બનાવતી કંપનીની સ્ટોક માર્કેટમાં દમદાર એન્ટ્રી
ભારતીય રેલવેના સુરક્ષા કવચ બનાવતી કંપનીના IPOનું સ્ટોક એક્સચેન્જ પર શાનદાર લિસ્ટિંગ થયું છે. 290 રૂપિયાના ઇશ્યૂ ભાવ સામે આ કંપનીનો શેર 30.71 ટકાના વધારા સાથે 374 રૂપિયા પર લિસ્ટ થયો છે. IPO દ્વારા રોકાણકારોને પ્રતિ શેર 84 રૂપિયાનો નફો થયો છે.