Gujarati News Photo gallery Stock Market government companies Share become rockets after Budget 2024 know about return in one year
1 ફેબ્રુઆરી 2024 બાદ આ 6 સરકારી કંપનીના શેર બનશે રોકેટ! જાણો એક વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું
દેશનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ આવશે. બજેટના દિવસે ડિફેન્સ ક્ષેત્રનું બજેટ જાહેર કરવામાં આવશે. ડિફેન્સ ક્ષેત્રના બજેટ બાદ તેની સાથે સંકળાયેલી સરકારી, અર્ધ સરકારી અને પ્રાઈવેટ કંપનીને સંરક્ષણ સાધનોની ખરીદી માટે ઓર્ડર આપવામાં આવશે. નવા ઓર્ડર મળતા જ કંપનીના શેરમાં વધારો થઈ શકે છે.
1 / 7
દેશનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ આવશે. બજેટના દિવસે ડિફેન્સ ક્ષેત્રનું બજેટ જાહેર કરવામાં આવશે. ડિફેન્સ ક્ષેત્રના બજેટ બાદ તેની સાથે સંકળાયેલી સરકારી, અર્ધ સરકારી અને પ્રાઈવેટ કંપનીને સંરક્ષણ સાધનોની ખરીદી માટે ઓર્ડર આપવામાં આવશે. નવા ઓર્ડર મળતા જ કંપનીના શેરમાં વધારો થઈ શકે છે. તેથી જો આ કંપનીના શેરમાં રોકાણ કરવામાં આવે તો સારૂ રિટર્ન મળી શકે છે.
2 / 7
ભારત ડાયનેમિક્સ એ ભારત સરકારનું એન્ટરપ્રાઇઝ છે, જે મિસાઈલ અને સંરક્ષણના ઉત્પાદન માટેના સાધનોનું ઉત્પાદન કરે છે. કંપની દેવા મુક્ત છે અને સમયાંતરે ડિવિડન્ડ પણ આપે છે. 24 ડિસેમ્બરના રોજ તેના શેરના ભાવ 1570 રૂપિયા છે. કંપનીએ 1 મહિનામાં 34.41 ટકા, 6 માસમાં 43.59 ટકા અને છેલ્લા એક વર્ષમાં 72.91 ટકા રિટર્ન આપ્યું છે.
3 / 7
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, વર્ષ 1954માં રચાયેલી ઈલેક્ટ્રોનિક સાધનો અને સિસ્ટમ્સનું ઉત્પાદન કરતી કંપની છે જે સંરક્ષણ ક્ષેત્રને તેના ઉત્પાદનોનો સપ્લાય કરે છે. 24 ડિસેમ્બરના રોજ તેના શેરના ભાવ 174.55 રૂપિયા છે. કંપનીએ 1 મહિનામાં 23.53 ટકા, 6 માસમાં 43.78 ટકા અને છેલ્લા એક વર્ષમાં 75.87 ટકા રિટર્ન આપ્યું છે.
4 / 7
કોચીન શિપયાર્ડ લિમિટેડ એ ભારતની સૌથી મોટી જહાજ નિર્માણ કંપની છે. તે કેરળના કોચી બંદર પર કાર્યરત છે. 24 ડિસેમ્બરના રોજ કંપનીના શેરના ભાવ 1298 રૂપિયા છે. કંપનીએ 1 મહિનામાં 14.59 ટકા, 6 માસમાં 121.41 ટકા અને છેલ્લા એક વર્ષમાં 134.80 ટકા રિટર્ન આપ્યું છે.
5 / 7
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ ભારતીય જાહેર ક્ષેત્રની એરોસ્પેસ અને સંરક્ષણ કંપની છે. 23 ડિસેમ્બર 1940 ના રોજ સ્થપાયેલ, HAL એ વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી એરોસ્પેસ અને સંરક્ષણ ઉત્પાદકોમાંની એક છે. 24 ડિસેમ્બરના રોજ કંપનીના શેરના ભાવ 2702.25 રૂપિયા છે. કંપનીએ 1 મહિનામાં 18.16 ટકા, 6 માસમાં 46.03 ટકા અને છેલ્લા એક વર્ષમાં 113.86 ટકા રિટર્ન આપ્યું છે.
6 / 7
મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ ભારતીય નૌકાદળ અને ઓફશોર પ્લેટફોર્મ અને ઓફશોર ઓઈલ ડ્રિલિંગ માટે સંકળાયેલ સહાયક જહાજો માટે યુદ્ધ જહાજો અને સબમરીનનું ઉત્પાદન કરે છે. 24 ડિસેમ્બરના રોજ કંપનીના શેરના ભાવ 2120 રૂપિયા છે. કંપનીએ 1 મહિનામાં 5.19 ટકા, 6 માસમાં 68.64 ટકા અને છેલ્લા એક વર્ષમાં 163.63 ટકા રિટર્ન આપ્યું છે.
7 / 7
ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ કોલકાતામાં આવેલી દેશના અગ્રણી શિપયાર્ડ્સમાંનું એક છે. તે વ્યાપારી અને નૌકા જહાજોનું નિર્માણ અને સમારકામ કરે છે. 24 ડિસેમ્બરના રોજ કંપનીના શેરના ભાવ 819 રૂપિયા છે. કંપનીએ 1 મહિનામાં -1.26 ટકા, 6 માસમાં 38.75 ટકા અને છેલ્લા એક વર્ષમાં 80.14 ટકા રિટર્ન આપ્યું છે.
Published On - 5:30 pm, Sun, 24 December 23