
મેડલ કરડવાનું સાચું કારણ એ છે કે ખેલાડીઓને ફોટોગ્રાફરો દ્વારા આવું કરવાનું કહેવામાં આવે છે. ઓલિમ્પિક વેબસાઈટ અનુસાર, રમતવીરો માત્ર ફોટો પડાવવા માટે મેડલને દાંત વડે કરડે છે. આ પોઝ માટે ફોટોગ્રાફર્સ પોતે જ ખેલાડીઓને અપીલ કરે છે. (PC- GETTY IMAGES)

અહેવાલો અનુસાર, મેડલ કરડવાની પ્રથા લાંબા સમયથી ચાલી રહી છે. દરેક એથ્લેટ મેડલ જીત્યા પછી આવું કરવા માંગે છે. 2010 ઓલિમ્પિકમાં, જર્મન લ્યુગર ડેવિડ મોલરનો મેડલ કરડતી વખતે તેનો દાંત તૂટી ગયો હતો. તેણે પોતે પણ એક વખત આ વાતનો ખુલાસો કર્યો હતો. (PC- GETTY IMAGES)