આ જગ્યા એ તૈયાર થાય છે ફૂટબોલ વર્લ્ડકપની ટ્રોફી, જાણો તેને બનાવવાની આખી પ્રક્રિયા
Making OF football world cup Trophy : 20 નવેમ્બરથી કતારમાં ફિફા વર્લ્ડકપ શરુ થવા જઈ રહ્યો છે. આ વર્લ્ડકપમાં વિજેતા બનનારી ટીમને વર્લ્ડકપ ટ્રોફી આપવામાં આવે છે. ચાલો જાણીએ વિશ્વની સૌથી મોંઘી વર્લ્ડકપ ટ્રોફીને બનાવવાની પ્રક્રિયા.
1 / 7
ફિફા વર્લ્ડકપની ટ્રોફી GDE બર્ટોની નામની એક કંપનીમાં બને છે. આ કંપની ઈટાલીમાં સ્થિત છે. ફિફાની ઓરિજનલ ટ્રોફી વર્ષ માં કલાકાર સિલ્વિયો ગાઝાનિગા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. દર 4 વર્ષે ટ્રોફીની બ્રાસ કોપી આપવામાં આવે છે અને વિજેતા ટીમના ફૂટબોલ ફેડરેશનને આપવામાં આવે છે.
2 / 7
ફાઉન્ડ્રીમાંથી બનીને આવેલી ટ્રોફીની વધારાની ધાતુને દૂર કરવા માટે ટ્રોફીની બ્રાસ બોડીને ગ્રાઈન્ડર દ્વારા છીણવામાં આવે છે. તેના માટે હેમરનો ઉપયોગ કરીને તેને વ્યવસ્થિત પણ કરવામાં આવે છે.
3 / 7
વર્લ્ડકપની આ ટ્રોફીને પોલીશ કરીને ક્રમશઃ શુદ્ધ કરવામાં આવે છે. આ પ્રકિયા સાવધાની પૂર્વક કરવામાં આવે છે.
4 / 7
ત્યારબાદ ટ્રોફી ગેલ્વેનિક વિભાગમાં પહોંચે છે જ્યાં તેને અલ્ટ્રાસોનિક ડીગ્રેઝિંગ બાથ મળે છે.
5 / 7
ગિલ્ડિંગ બાથના અંતે આ ટ્રોફીને કાળજીપૂર્વક કેમિકલવાળા પાણીમાં ધોવામાં આવે છે.
6 / 7
વર્લ્ડકપની ટ્રોફીમાં અંતે મેલાકાઈટ લીલા માર્બલના આધાર લગાવીને પૂર્ણ કરવામાં આવે છે. ટ્રોફીની તેજ અને જાળવણી સુનિશ્ચિત કરવા માટે ઝેપોન વાર્નિશથી આવરી લેવામાં આવે છે.
7 / 7
અંતે ટ્રોફીને સૂકવવામાં આવે છે અને કાળજીપૂર્વક સાફ કરવામાં આવે છે. વર્લ્ડકપમાં વિજેતા ટીમના ખેલાડીઓ માટેના મેડલ પણ અહીં જ બને છે.
Published On - 11:22 pm, Thu, 17 November 22