Fifa World Cup: નેમારના બદલે ધોનીનુ નામ ગૂંજી ઉઠ્યુ, Brazil Vs Serbia મેચમાં જોવા મળ્યો ગજબ નજારો

|

Nov 26, 2022 | 7:34 AM

FIFA વર્લ્ડ કપ 2022 માં નેમારથી સજ્જ બ્રાઝિલની ટીમે સર્બિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન માત્ર એમએસ ધોનીની જર્સીનો દબદબો રહ્યો હતો.

1 / 5
ફિફા વર્લ્ડ કપનો ફિવર આખી દુનિયાના માથા પર ચઢ્યો છે. નેમાર, લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કાઈલિન એમબાપ્પે, હેરી કેનનાં નામ આખી દુનિયામાં ગુંજી રહ્યાં છે. આ ખેલાડીઓ સ્ટેડિયમમાં પ્રવેશતાની સાથે જ તેમના નામથી સ્ટેડિયમ ગૂંજી ઉઠે છે. જોકે, બ્રાઝિલ વિ સર્બિયાની મેચમાં સ્ટેડિયમમાં અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો જલવો જોવા મળ્યો હતો.

2 / 5
મેચ દરમિયાન એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સની 7 નંબરની જર્સી જોવા મળી હતી. તેની જર્સી બ્રાઝિલનું સમર્થન કરતા પ્રશંસકોના હાથમાં જોવા મળી હતી.

3 / 5
ભલે ભારતીય ટીમ ફૂટબોલ વર્લ્ડ કપનો ભાગ નથી, પરંતુ ભારતીયોનો ઉત્સાહ પણ આ ટૂર્નામેન્ટ માટે પૂરતો છે. આ ટુર્નામેન્ટ જોવા માટે ઘણા ભારતીયો કતાર ગયા છે.

4 / 5
આ દરમિયાન એમએસ ધોનીનો એક ફેન પણ બ્રાઝિલને સપોર્ટ કરવા માટે ધોનીની સીએસકે જર્સી સાથે સ્ટેડિયમ પહોંચ્યો હતો. વાસ્તવમાં બ્રાઝિલ અને CSK બંનેની જર્સીનો રંગ પીળો છે.

5 / 5
ફેન ધોનીની જર્સી લઈને સ્ટેડિયમની અંદર પહોંચ્યો હતો, જ્યાં બ્રાઝિલના ફેન્સના હાથમાં પણ ધોનીની જર્સી જોવા મળી હતી.આ દરમિયાન બ્રાઝિલના ફેન્સે ભારતીય ફેન્સ પાસેથી ધોની વિશે વધુ માહિતી મેળવી હતી.

Published On - 7:34 am, Sat, 26 November 22

Next Photo Gallery