Breaking News : ચેસ વર્લ્ડ કપની ફાઈનલમાં હાર્યો ભારતનો પ્રજ્ઞાનંદ, Magnus Carlsen બન્યો વિશ્વ વિજેતા
Magnus Carlsen vs Praggnanandhaa : ચંદ્રની ધરતી પર ચંદ્રયાન 3ના રોવર પ્રજ્ઞાન ઉતરતા જ ઈતિહાસ રચાયો હતો. ચંદ્ર બાદ આજે ભારત પાસે ચેસ બોર્ડના 64 ખાના વચ્ચે ઈતિહાસ રચવાની તક હતી. પણ ભારતના યુવા ખેલાડીને હારનો સામનો કરવો પડયો.
1 / 5
આર પ્રજ્ઞાનંધા વર્લ્ડ કપ ટાઇટલ જીતવાથી ચૂકી ગયો છે. વિશ્વના નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસને, પ્રજ્ઞાનંધાને ફાઇનલમાં હરાવીને કરોડો ભારતીયોના દિલ તોડી નાખ્યા હતા.વિશ્વના નંબર વન ખેલાડી કાર્લસને પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. પ્રજ્ઞાનંદ ટાઈબ્રેકરમાં હારી ગયો.
2 / 5
તે ભલે ટાઈટલ જીતવામાં ચૂકી ગયો હોય, પરંતુ તેણે જે રીતે નંબર વન ખેલાડી સામે રમ્યો, તેણે આખી દુનિયાનું દિલ જીતી લીધું. પ્રજ્ઞાનંદ વિશ્વ કપની ફાઈનલ રમનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી છે. તેણે ટાઈટલ મેચમાં કાર્લસનને જોરદાર ટક્કર આપી હતી.
3 / 5
શરૂઆતના 2 રાઉન્ડ ડ્રોમાં પૂરા થયા બાદ ગુરુવારે બંને વચ્ચે ટાઈબ્રેકર રમાયો હતો. જ્યાં 25 મિનિટની પ્રથમ ઝડપી રમતમાં વિશ્વના નંબર વન ખેલાડીએ ગેમ જીતી લીધી હતી અને આ સાથે 1-0ની સરસાઈ મેળવી હતી.
4 / 5
ભારતીય સ્ટારને બીજી ગેમમાં વાપસી કરવાની તક મળી હતી. આ પહેલા પ્રજ્ઞાનંદે સેમીફાઈનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને ટાઈબ્રેકમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ 2024માં પોતાનું સ્થાન પણ કન્ફર્મ કર્યું છે.
5 / 5
ચંદ્રની ધરતી પર ચંદ્રયાન 3ના રોવર પ્રજ્ઞાન ઉતરતા જ ઈતિહાસ રચાયો હતો. ચંદ્ર બાદ આજે ભારત પાસે ચેસ બોર્ડના 64 ખાના વચ્ચે ઈતિહાસ રચવાની તક હતી. પણ ભારતના યુવા ખેલાડી પ્રજ્ઞાનંદને હારનો સામનો કરવો પડયો.