HS Prannoy: ભારતનો દિગ્ગજ ખેલાડી વરરાજા બન્યો, લગ્નના રોમેન્ટિક ફોટો કર્યા શેયર

|

Sep 15, 2022 | 3:54 PM

30 વર્ષીય પ્રણયે પરિવારના સભ્યો અને કેટલાક મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે. તે આ વર્ષે થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં પ્રણયનું ફોર્મ શાનદાર રહ્યું છે. એચએસ પ્રણોયે તેની ગર્લફ્રેન્ડ શ્વેતા થોમસ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા છે.

1 / 5
 ભારતના થોમસ કપ જીતવામાં મહત્વની ભુમિકા નિભાવનાર સ્ટાર બેડમિન્ટન ખેલાડી  એચએસ પ્રોણોયની જીંદગીનો નવો અધ્યાય શરુ થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશનું નામ રોશન કરનાર ખેલાડીએ બુધવારના રોજ લગ્ન કર્યા છે.(HS prannoy Twitter)

2 / 5
એચએસ પ્રણોયે ગર્લફેન્ડ શ્વેતા રેચલ થોમસ સાથે લગ્ન કર્યા છે. બંન્નેના ધર્મ અલગ અલગ છે. આ માટે જ તેણે કોર્ટમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. પ્રણોયે લગ્નના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં કપલ પરિવારના સભ્યો સાથે જોવા મળી રહ્યો છે.(HS prannoy Twitter)

3 / 5
લગ્નમાં બંન્ને દેશી અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રણોયે ગુલાબી રંગનો શર્ટ અને લુંગી પહેરી હતી તો શ્વેતા ક્રીમ રંગની શાળામાં સુંદર લાગી રહી હતી. ફોટો કૈપ્શનમાં પ્રણોયે લખ્યું 'Theeeeeeee Day' આ સાથે તેણે ઈમોજી શેર કરી છે.(HS prannoy Twitter)

4 / 5
પ્રણોયની પત્ની શ્વેતાનો જન્મ ક્વેતમાં થયો છે. તે ડિઝિટલ ફેશન ક્રિએટર છે. તે અમેરિકાના લગ્ઝરી બ્રાન્ડ સાક્સમાં  કામ કરે છે. પ્રણોય આ મહિને પ્રથમ વખત શ્વેતા સાથે ફોટો શેર કર્યો હતો.  આ પહેલા તેણે ક્યારે પણ તેની ગર્લફ્રેન્ડ વિશે કાંઈ  કહ્યું નથી.(HS prannoy Twitter)

5 / 5
પ્રણોયના  લગ્નથી તેના સાથી ખેલાડીઓ પણ ખુબ ઉત્સાહિત છે. સાયના નહેવાલે કોમેન્ટ કરતા લખ્યું દિલ વાલે દુલ્હનિયા લે જાયેગે, સાત્વિક સાઈ રાજે લખ્યું કે, 17 સપ્ટેમ્બરની રાહ જોઈ રહ્યા છીએ. માનવામાં આવી રહ્યું છે કે, સપ્ટેમ્બરના રોજ પ્રણોય પોતાના મિત્રો અને પરિવાર માટે રિસેપ્શન રાખી શકે છે.(HS prannoy Twitter)

Next Photo Gallery