Sovereign Gold Bond : સોનાની ખરીદી ઉપર સસ્તી કિંમત સહીત આ ફાયદાઓ મળી રહ્યા છે, શું તમે ખરીદ્યું RBI નું સોનું?

|

Jun 21, 2023 | 6:54 AM

SGB ​​પેપર ગોલ્ડ હોવાને કારણે ફિઝિકલ ગોલ્ડનો અસરકારક વિકલ્પ સાબિત થયો છે. રોકાણકારો કોઈપણ જાળવણી ખર્ચ અને મુશ્કેલી વિના સોનામાં રોકાણ કરી શકે છે. ફિઝિકલ ગોલ્ડની સરખામણીમાં આમાં લિક્વિડિટી સરળ છે.

1 / 6
સોવરિન ગોલ્ડ બોન્ડ(Sovereign Gold Bond)નો પ્રથમ હપ્તો શરૂ થઈ રહ્યો છે. લોકો આ સ્કીમમાં 23 જૂન 2023 સુધી રોકાણ કરી શકાય છે. SGB સિરીઝ I ની ઇશ્યૂ કિંમત 5,926 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 59,260 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહશે.

2 / 6
સોવરિન ગોલ્ડ બોન્ડ નવેમ્બર 2015માં લોન્ચ કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય ઉદ્દેશ સોનામાં રોકાણનો વિકલ્પ છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં પાકતી મુદત 8 વર્ષની છે.

3 / 6
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના પર સોનામાં વધારા ઉપરાંત રોકાણકારોને દર વર્ષે 2.5 ટકાનું વધારાનું વ્યાજ મળે છે. તે સોનામાં ઉતાર-ચઢાવ દરમિયાન રોકાણકારોને રક્ષણ આપે છે. જ્યારે ફિઝિકલ ગોલ્ડના કિસ્સામાં આવી સુવિધા ઉપલબ્ધ નથી.

4 / 6
તેને મેચ્યોરિટી પર રિડીમ કરવાથી તે સમયે 999 શુદ્ધતાના સોનાના દરે વળતર મળે છે. પાકતી મુદત પૂરી થવા પર મળતું વળતર કરમુક્ત છે.

5 / 6
ગોલ્ડ બોન્ડની મુદત 8 વર્ષ છે. પરંતુ 5 વર્ષ સુધી હોલ્ડિંગ કર્યા પછી, તમે તેમાંથી બહાર નીકળી શકો છો.

6 / 6
આ બોન્ડનો ઉપયોગ લોન લેવા માટે કોલેટરલ તરીકે પણ થઈ શકે છે.

Published On - 6:21 am, Wed, 21 June 23

Next Photo Gallery