Gujarati News Photo gallery Shravan 2022 special chocolate decoration in Salangpur Kashtabhanjan Hanuman temple devotees took darshan
Botad: શ્રાવણ માસ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં વિશેષ શણગાર, ચોકલેટ શણગાર દર્શનનો ભક્તોએ લીધો લ્હાવો
બોટાદ (Botad) જિલ્લાના વિશ્વ અને સુપ્રસિધ્ધ સાળંગપુર ધામમાં મંદિર વિભાગ દ્વાર દરેક તહેવારો ધામ ધૂમથી ઉજવવામાં આવતા હોય છે. ત્યારે શ્રાવણ માસને (Shravan 2022) પણ મંદિર વિભાગ દ્વારા દિવ્ય રંગોત્સવ સાથે ઉજવાવમાં આવ્યો.
1 / 5
બોટાદ જિલ્લાના સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે 6 ઓગસ્ટ શનિવારના રોજ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને ચોકલેટના વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા છે.
2 / 5
સાળંગપુરમાં વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આરતી ચોકલેટના શણગાર સાથે કરવામાં આવી હતી. જેમાં ભગવાન હનુમાનજી શોભી રહ્યા હતા.
3 / 5
સવારે સવા 11 કલાકે ચોકલેટ અન્નકૂટ ધરાવવામાં આવશે. તેમજ સાંજે સાડા પાંચ કલાકે દાદાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
4 / 5
આજે શનિવાર છે અને સાળંગપુર મંદિરમાં શનિવારના દિવસે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જ ભક્તોએ હનુમાનજીના ચોકલેટના શણગારના દર્શનનો લ્હાવો લીધો હતો.
5 / 5
તો શ્રાવણ માસ નિમિત્તે સાળંગપુરના હનુમાનજી મંદિરમાં 27 જુલાઇથી 27 ઓગસ્ટ દરમિયાન વિશ્વશાંતિ હનુમાન ચાલીસા હનુમંત મંત્રનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો ભક્તો ઓનલાઇન દર્શન કરીને કે સાંભળીને લાભ લઇ રહ્યા છે.
Published On - 10:01 am, Sat, 6 August 22