Bhakti News : શું મંદિરમાં મહિલાઓએ સાષ્ટાંગ દંડવત પ્રમાણ કરવા જોઈએ ? જાણો શાસ્ત્રો શું કહે છે
હિન્દુ ધર્મમાં બીજાને સન્માન આપવા માટે નમસ્કાર કે પ્રણામ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે પણ આપણે કોઈ પણ વ્યક્તિને આદર આપીએ છીએ ત્યારે તેને નમીને ,હાથ જોડીને , પ્રણામ કરીને કે બેસીને તેનું સન્માન કરીએ છીએ. પરંતુ શું મંદિર મહિલાઓએ દંડવત પ્રણામ કરવા જોઈએ.
1 / 6
મંદિરમાં દર્શન કરતા વખતે ભગવાનને હાથ જોડીને વંદન કરવા જરુરી છે. આ સાથે જ મંદિરમાં મોટાભાગના લોકો દંડવત પ્રમાણ કરતા હોય છે. હિન્દુશાસ્ત્ર અનુસાર પ્રણામ કરવાના અનેક પ્રકાર છે.
2 / 6
હિન્દુશાસ્ત્ર અનુસાર પ્રણામ કરવાના અનેક પ્રકાર છે. જેમાંથી અષ્ટાંગ, સાષ્ટાંગ, પંચાંગ, દંડવત, નમસ્કાર અને અભિનંદનને મુખ્ય ગણવામાં આવે છે. આ બધામાં સ્ત્રીઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
3 / 6
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી પ્રણામ કરવાની પરંપરા ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ન માત્ર આશીર્વાદ મળે છે, પરંતુ તે એ વાતનું પણ પ્રતીક છે કે વ્યક્તિએ પોતાનો અભિમાન છોડીને અન્ય વ્યક્તિને માન આપે છે.
4 / 6
હિન્દુ ધર્મમાં મહિલાઓને સાષ્ટાંગ દંડવત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જેનું મુખ્ય કારણે છે કે સ્ત્રીઓના ગર્ભ અને છાતી પરનું સ્થાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાનને પ્રણામ કરવા સમયે જમીનને ન અડવુ જોઈએ.એટલા માટે સાષ્ટાંગ દંડવતની મનાઈ ફરમાવવામાં આવી છે.
5 / 6
સ્ત્રીઓ ગર્ભમાં જીવનનું પાલનપોષણ કરે છે અને છાતીનો ભાગમાં બાળકના ખોરાકનો સ્ત્રોત બની જાય છે. તેથી જ આ સ્થાનોને સૌથી પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પ્રણામ કરતી વખતે, શરીરના આ ભાગો જમીનને સ્પર્શવા જોઈએ નહીં, તેથી સ્ત્રીઓને આ પ્રણામ કરવાની મનાઈ છે. આમ, પ્રણામ જીવન માટે મહત્વપૂર્ણ હોવા છતાં સ્ત્રીઓએ ન કરવું જોઈએ.
6 / 6
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
Published On - 10:18 am, Tue, 7 January 25