2 પુત્ર, પતિનું થયું નિધન, તેમ છતાં હિંમત ન હારી, પરિવારમાં છે હવે એક દિકરી, આવો છે દ્રૌપદી મૂર્મુનો પરિવાર
દ્રૌપદી મૂર્મુએ રાજ્યના રાજકારણમાં પ્રવેશતા પહેલા શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. દ્રૌપદી મૂર્મુએ ભારતના 15 રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બાજી મારી હતી. ચાલો જાણીએ તેમના પરિવાર તેમજ તેના સંઘર્ષની સ્ટોરી
1 / 14
આજે દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મદિવસ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને પૂર્વ સીએમ અશોક ગેહલોત સહિત અનેક નેતાઓએ જન્મદિવસની શુભકામના પાઠવી છે.
2 / 14
દ્રૌપદી મૂર્મુનો જન્મ 20 જૂન1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં થયો હતો. તેમના પિતા અને તેમના દાદા બંને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગામના વડા હતા.
3 / 14
દ્રૌપદી મૂર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ થયો છે. જે 25 જુલાઈ 2022થી ભારતના 15મા અને વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. આદિવાસી પરિવારમાં જન્મેલી દ્રૌપદી મૂર્મુનું જીવન સરળ નહોતું. તેના પુત્ર અને પતિના મૃત્યુ બાદ તેનો સંઘર્ષ વધ્યો હતો. જાણો કોણ છે તેના પરિવારમાં
4 / 14
તેમના લગ્ન શ્યામ ચરણ મૂર્મુ સાથે થયા હતા.શ્યામ ચરણ મૂર્મુ અને દ્રૌપદી મૂર્મુને ત્રણ બાળકો હતા. તેમને 2 પુત્રો અને 1 પુત્રી છે. પરંતુ મૂર્મુના પતિ અને બંને પુત્રો મૃત્યુ પામ્યા છે. હાલમાં મૂર્મુના પરિવારમાં એક પુત્રી છે.તમને જણાવી દઈએ કે,ગરીબ પરિવારમાંથી આવતી મૂર્મુ પોતાના અધિકારો માટે એક લાંબો સંધર્ષ કર્યો છે.
5 / 14
દ્રૌપદી મૂર્મુનું જીવન મુશ્કેલીઓ અને સંઘર્ષોથી ભરેલું હતું. ગામની શાળામાંથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, મુર્મુ વધુ અભ્યાસ માટે ભુવનેશ્વરમાં ગયા હતા. તો આજે દ્રૌપદી મૂર્મુના જન્મદિવસ પર સૌ કોઈ જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે.
6 / 14
પતિ શ્યામ ચરણ મૂર્મુ બેંકમાં નોકરી કરતા હતા. તેમને ત્રણ બાળકો હતા. પ્રથમ બાળક ઓક્ટોબર 2009માં મૃત્યુ પામ્યો. બીજા પુત્રનું પણ 2 જાન્યુઆરી 2013ના રોજ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વર્ષ 2014 મૂર્મુ માટે વધુ મુશ્કેલીભર્યું હતું. લાંબી માંદગીને કારણે પતિ શ્યામ ચરણ મૂર્મુનું 1 ઓક્ટોબર 2014ના રોજ અવસાન થયું હતું.
7 / 14
તેમની પુત્રી ઇતિશ્રી ભુવનેશ્વરની યુકો બેંકમાં નોકરી કરી ચુકી છે. ઇતિશ્રીએ 6 માર્ચ, 2015 ના રોજ ગણેશ ચંદ્ર સાથે લગ્ન કર્યા છે અને તેમની એક પુત્રી પણ છે જ્યારે એનડીએએ દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા,
8 / 14
દ્રૌપદી મૂર્મુ અનુસૂચિત જનજાતિ (આદિવાસી) સમુદાયના પ્રથમ વ્યક્તિ છે જેમને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે.તેમણે પહેલા 2015 થી 2021 સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેઓ ઓડિશા રાજ્યના છે. તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ રહી ચુક્યા છે.
9 / 14
રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે 1979 થી 1983 સુધી રાજ્યના સિંચાઇ અને ઊર્જા વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કર્યું હતું, અને ત્યારબાદ 1997 સુધી રાયરંગપુરમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું.
10 / 14
દ્રૌપદી મૂર્મુના ગામમાં ઉબેરબેડામાં ઉજવણીનો માહોલ હતો. ગામલોકોએ મુર્મુની જીતને વિજય દિવસ તરીકે ઉજવ્યો. સમગ્ર ગામમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. ઘરોને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. પરંપરાગત લોકનૃત્ય મંડળીઓને પણ ઉજવણી માટે બોલાવવામાં આવી છે. દ્રૌપદી મૂર્મુ સંથાલી સમુદાયની હોવાથી, સંથાલી નૃત્ય કલાકારોએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો.
11 / 14
દ્રૌપદી મૂર્મુ 1997માં રાયરંગપુર નગર પંચાયતના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તેઓએ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
12 / 14
ઑડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન તેઓ 6 માર્ચ 2000થી 6ઓગસ્ટ 2002 સુધી વાણિજ્ય અને વાહનવ્યવહાર અને 6 ઓગસ્ટ 2002થી 16 મે 2004 સુધી મત્સ્યોદ્યોગ અને પશુ સંસાધન વિકાસ માટે સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય મંત્રી હતા.
13 / 14
તેઓ ઑડિશાના ભૂતપૂર્વ પ્રધાન અને વર્ષ 2000 અને 2004માં રાયરંગપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા. તેમને 2007માં ઓડિશા વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
14 / 14
તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.તેઓ ઓડિશાના પ્રથમ મહિલા આદિવાસી નેતા હતા, જેમને ભારતીય રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક મળી હતી.